'મને રૂમમાં બોલાવીને કહ્યુ, ફિલ્મમાં હીરોઈન બનવુ હોય તો પ્રોડ્યુસર સાથે સૂઈ જા'
અંકિતાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સાથે થયેલ કાસ્ટીંગ કાઉચની ઘટનાનો ખુલાસો કર્યો છે.
મુંબઈઃ અંકિતા લોખંડે ટીવીથી શરૂઆત કર્યા બાદ હવે ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. અંકિતા હાલમાં એક્ટિંગની દુનિયાનો જાણીતો ચહેરો છે પરંતુ કરિયરના શરૂઆતના દિવસોમાં તેને કામ કામ મેળવવા માટે અસહજ કરી દેતા સવાલોનો પણ સામનો કરવો પડ્યો હતો. અહીં સુધી કે તેને ફિલ્મમાં હીરોઈન બનવા માટે પ્રોડ્યુસર સાથે સૂવા માટે કહેવામાં આવ્યુ. અંકિતાએ એક ઈન્ટરવ્યુમાં પોતાની સાથે થયેલ આ ઘટનાનો ખુલાસો કર્યો છે.

અંકિતાએ જણાવ્યો 15-16 વર્ષ પહેલાનો અનુભવ
અંકિતા લોખંડેએ બૉલિવુડ બબલને એક ઈન્ટરવ્યુ આપ્યો છે. ઈન્ટરવ્યુમાં તેને સવાલ કરવામાં આવ્યો હતો કે શું તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ જેવી વસ્તુનો સામનો કર્યો. તેના જવાબમાં અંકિતાએ કહ્યુ કે હા તેની સાથે આ થયુ છે. અંકિતાએ જણાવ્યુ કે 15-16 વર્ષ પહેલા જ્યારે કરિયર શરૂ જ કરી રહી હતી તો તેને કહેવામાં આવ્યુ હતુ કે જો તે ફિલ્મ પ્રોડ્યુસર સાથે સૂઈ જશે તો તેને કામ મળશે. આ સાઉથની ફિલ્મ માટે કહેવામાં આવ્યુ હતુ.

અંકિતાએ કરી દીધો સ્પષ્ટ ઈનકાર
અંકિતાએ કહ્યુ, 'હું ત્યારે બહુ નાની હતી, 19-20 વર્ષની ઉંમર હશે. એક્ટિંગમાં કરિયર બનાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે મને સાઉથની ફિલ્મ માટે ઑફર આવી. જ્યારે હું તેના ઑડિશન માટે પહોંચી તો એક વ્યક્તિએ મને રૂમમાં બોલાવી અને પૂછ્યુ કે શું હું કામ મેળવવા માટે અમુક કોમ્પ્રોમાઈઝ કરી લઈશ? મે પૂછ્યુ કે કયા પ્રકારનુ કોમ્પ્રોમાઈઝ કરવુ પડશે? આના પર તેમણે પહેલા કહ્યુ કે રાતે મારે પાર્ટીઓ વગેરે કરવી. પછી તેમણે કહ્યુ કે તમારે પ્રોડ્યુસર સાથે સૂવુ પડશે, ત્યારે કામ મળશે. આના પર અંકિતાએ કહ્યુ કે તો તમે એક્ટિંગ માટે કેમ બોલાવી રહ્યા છો, સ્પષ્ટ કહી દો કે પ્રોડ્યુસર સાથે સૂવા માટે છોકરી જોઈએ.' અંકિતાએ જણાવ્યુ કે ત્યારબાદ તે ઝડપથી રૂમમાંથી નીકળી ગઈ.

અંકિતા પવિત્ર રિશ્તાથી બની ગઈ હતી ટીવીનો લોકપ્રિય ચહેરો
અંકિતા લોખંડે ટીવીનો બહુ જાણીતુ નામ રહ્યુ છે. ફિલ્મોમાં પણ તે કામ કરી ચૂકી છે. અંકિતાને ટીવી શો પવિત્ર રિશ્તાથી ઓળખ મળી હતી. જેમાં તે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે દેખાઈ હતી. અંગત જિંદગીમાં પણ સુશાંત સાથે સંબંધ માટે તે ઘણી ચર્ચામાં રહી હતી. ટીવી પર અંકિતા ડાંસ શો ઝલક દિખલા જા અને કૉમેડી સર્કસમાં પણ કામ કરી ચૂકી છે. અંકિતા બૉલિવિડમાં ફિલ્મ મણિકર્ણિકામાં કંગના રનોત સાથે કામ કરી ચૂકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
