MeTooના આરોપોથી ઘેરાયેલ આ સેલિબ્રિટીએ આપઘાતનો પ્રયાસ કર્યો
MeTooના આરોપોથી ઘેરાયેલ આ સેલિબ્રિટીએ આપઘાતનો પ્રયાસ કર્યો
મુંબઈઃ MeToo કેમ્પેઈન અંતર્ગત યૌન ઉત્પીડનનો આરોપ લાગેલ કવાન એન્ટરટેઈનમેન્ટના કો-ફાઉન્ડર અનિર્બાન દાસ બહલે ડિપ્રેશનમાં આવીને આપઘાત કરવાની કોશિશ કરી. અનિર્બાન દાસે મુંબઈના વાશી બ્રિજ પરથી કૂદીને આત્મહત્યાની કોશિશ કરી હતી. અનિર્બાન દાસ પર ચાર મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જે બાદ કંપનીએ એમને કાઢી મૂક્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આરોપોને પગલે આઘાતમાં અનિર્બાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ઘટના રાત 12.30 વાગ્યાની
રિપોર્ટ્સ મુજબ શુક્રવારે વાશી ટ્રાફિક પોલીસને જાણકારી મળી હતી કે કોઈ શખ્સ પૂલ પરથી કૂદીને આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. આ ઘટના રાતના 12.30 વાગ્યાની છે. અનિર્બાન પુલની રેલિંગ પર ચઢી રહ્યો હતો ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસ મુજબ તે રડી રહ્યો હતો. તે બહુ તણાવમાં લાગી રહ્યો હતો. એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે તેને પોલીસ સ્ટેશને લાવ્યા અને પાણી પીવળાવ્યું.

કેટલાય મોટા સ્ટારને મેનેજ કરે છે આ કંપની
પોલીસે એને જ્યારે આ જીવલેણ પગલું ભરવા પાછળનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું MeToo અંતર્ગત લાગેલા આરોપોથી તે બહુ તણાવમાં છે અને તેના પરિવારની બદનામીને પગલે તે પરેશાન છે. જણાવી દઈએ કે અનિર્બાન બહાલ પર કેટલીય મહિલાઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જે બાદ અનિર્બાનને તેના પદ પરથી હટાવી દેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે આ કંપની બૉલીવુડમાં રિતિક રોશન, રણવીર કપૂર, ટાઈગર શ્રોફ, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, શ્રદ્ધા કપૂર અને જેકલીન ફર્નાંડીઝ જેવા મોટા સ્ટાર્સને મેનેજ કરી રહ્યો છે.

ફૉક્સ સ્ટારે સુશાંત રાજપૂતની ફિલ્મના ડિરેક્ટરને હટાવ્યા
બજી બાજુ ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોએ શુક્રવારે બૉલીવુડના લોકપ્રિય કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાને ડિરેક્ટર તરીકે તેમની પહેલી ફિલ્મ કિજી ઔર મૈનીથી બહાર કરી દીધો છે. ફૉક્સ સ્ટારે ટ્વીટ કરીને કહ્યું કે, એક જવાબદાર સંગઠનના રૂપમાં સ્ટાર ઈન્ડિયા કાર્યસ્થળ પર મહિલાઓના યૌન શોષણના આરોપોને ગંભીરતાથી લે છે. માટે ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝે ફિલ્મ કિઝી અને મૈનીના નિર્દેશક મુકેશ છાબડાની સેવાઓને રદ કરી દીધી છે. ફૉક્સ સ્ટાર સ્ટૂડિયોઝે બૉલીવુડના ફેમસ કાસ્ટિંગ ડિરેક્ટર અને સુશાંત સિંહ રાજપૂત અને સંજના સાંઘવીની ફિલ્મ કિજી ઔર મૈનીના ડિરેક્ટર મુકેશ છાબરાના તમામ કોન્ટ્રાક્ટ રદ કરી દીધા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
