કોણ છે એનિમલ મૂવીમાં બૉબીના નિકાહમાં 'જમાલ કુડૂ' ગીત ગાનાર અભિનેત્રી? પોતાના ગ્લેમરથી લાખોને બનાવ્યા દીવાના
Who is the viral girl of the Animal Movie's hit song 'Jamal Kudu': એનિમલ મૂવી હાલમાં તેના વિશ્વભરમાં કલેક્શનને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મથી નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી ઉપરાંત બીજી એક અભિનેત્રી પણ છે જે તેના થોડી સેકન્ડના સ્ક્રીન અપીયરન્સમાં જ ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે.
ફિલ્મમાં બૉબી દેઓલનું એન્ટ્રી ગીત 'જમાલ કુડુ' ગાતી જોવા મળેલી અભિનેત્રી અચાનક જ ચર્ચામાં આવી ગઈ છે. લોકો આ વાયરલ ગર્લ વિશે જાણવા માંગે છે. આ ગીતના કારણે લાઈમલાઈટમાં આવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર આ બ્યૂટીના ફોલોઅર્સ 25 ગણા વધી ગયા છે.

આ અભિનેત્રીનું નામ તનાઝ દાઉદી છે. આ ઈરાની અભિનેત્રીની મિલિયન ડૉલરની સ્મિતે સૌનું ધ્યાન ખેંચ્યું. માત્ર 26 વર્ષની તનાઝ પહેલાથી જ ઘણા ગીતો અને સેલેબ્સ સાથે પરફોર્મ કરતી જોવા મળી છે, પરંતુ જમાલ કુડુએ તેને રાતોરાત ફેમસ બનાવી દીધી છે. હવે દરેક જગ્યાએ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
તનાઝે વરુણ ધવન, નોરા ફતેહી, જ્હોન અબ્રાહમ અને સની લિયોન સાથે સ્ટેજ શેર કર્યું છે અને ઘણીવાર તેમની સાથે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે જોવા મળી છે. પરંતુ એક ગીતે તેનું ભાગ્ય બદલી નાખ્યું છે. જમાલ કુડુ ગીત ગાતી તનાઝ આ ગીતમાં ગાયિકા તરીકે પણ જોવા મળે છે.
આ ગીત એનિમલ ફિલ્મમાં બૉબી દેઓલના ત્રીજા લગ્ન દરમિયાન વાગે છે અને આ અભિનેતાનો એન્ટ્રી સીન છે. જ્યારથી આ ગીત યુટ્યુબ પર આવ્યું છે ત્યારથી તનાઝની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી છે. ઇન્સ્ટાગ્રામ પર તનાઝ દાઉદીના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યા છે.
જો રિપોર્ટ્સનું માનીએ તો, ફિલ્મ એનિમલના આ ગીતના રિલીઝ પહેલા, તનાઝના માંડ 10 હજાર ફોલોઅર્સ હતા, 2 અઠવાડિયામાં તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સની સંખ્યા 2.6 લાખ પર પહોંચી ગઈ છે. આ એક ગીતને કારણે આજે તનાઝ દાઉદી, જે અત્યાર સુધી સખત મહેનત કરવા છતાં ગુમ હતી, તે રાતોરાત સ્ટાર બની ગઈ. હવે તે જમાલ કુડુ ગર્લ તરીકે ઓળખાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
