Ananya Panday Boyfriend : કોણ છે અનન્યા પાંડેનો નવો બોયફ્રેન્ડ વોકર બ્લેન્કો? રિલાયન્સ સાથે છે ખાસ કનેક્શન
Ananya Panday Boyfriend : બોલિવૂડ બોલ્ડ અને ક્યુટ અભિનેત્રી અનન્ચા પાંડે કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે તેના નવા બોયફ્રેન્ડે કારણે ચર્ચામાં રહે છે.
અનન્યા પાંડે ફરી એકવાર પોતાની લવ લાઈફને કારણે ચર્ચામાં છે. હાલમાં જ આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ કર્યા બાદ હવે તેનું નામ ફરી એક સેલિબ્રિટી સાથે જોડાઈ રહ્યું છે.

અનન્યા પાંડેએ પોતે જ આ સંકેત આપ્યા છે અને તેને જોયા બાદ લોકો તેના નવા સંબંધને કન્ફર્મ માની રહ્યા છે. અનન્યા પાંડેનું નામ આ દિવસોમાં અમેરિકન મોડલ વોકર બ્લેન્કો સાથે જોડાઈ રહ્યું છે.
અનન્યા પાંડે હાલમાં જ 'W' નામનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળી હતી. આ પેન્ડન્ટ પછી અનન્યા પાંડે વોકર બ્લેન્કોના અફેરના સમાચાર વાયરલ થયા છે. આ વર્ષની શરૂઆતમાં બંને એક હાઈપ્રોફાઈલ ઈવેન્ટમાં જોવા મળ્યા હતા.
આ પછી બંને અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્યારથી બંને વચ્ચે વધતી મિત્રતાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
Reddit પર અનન્યા પાંડેનો એક ફોટો પણ સામે આવ્યો છે. જ્યાં તે તેના ગળામાં W નામનું પેન્ડન્ટ પહેરેલી જોવા મળે છે. હવે એ સ્પષ્ટ નથી થયું કે આ તસવીર ક્યારની છે. પરંતુ આ બધું તેની લવ લાઈફના સંબંધમાં જ જોવામાં આવી રહ્યું છે.
અનન્યા પાંડેની Call Me Bae નામની સીરિઝ તાજેતરમાં OTT પર આવી છે. વોકર બ્લેન્કોએ આ અંગે એક પોસ્ટ પણ કરી હતી. તેણે તેની વેબ સિરીઝનું પોસ્ટર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર શેર કર્યું છે. તેના પર અનન્યા પાંડે આભાર માનતી જોવા મળી હતી. આ પ્રવૃત્તિઓના કારણે અનન્યા અને વોકર બ્લેન્કોના નામ સતત જોડાઈ રહ્યા છે. જો કે, બંનેએ હજુ સુધી પોતાના સંબંધોની પુષ્ટિ કરી નથી.
અહેવાલો અનુસાર, વોકર બ્લેન્કો યુએસએ શિકાગોનો હોવાનું કહેવાય છે. તે વ્યવસાયે મોડલ છે અને ફ્લોરિડામાં એક ખ્રિસ્તી શાળામાં અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેણે મોડલિંગની દુનિયામાં કરિયર બનાવ્યુ અને હાલમાં ભારતમાં કામ કરી રહ્યો છે.
તે જામનગરમાં રિલાયન્સ ગ્રૂપના વંતારા ઈનિશિએટીવ સાથે સંકળાયેલા છે. તે ભારતમાં રહે છે કે નહીં તે સ્પષ્ટ નથી. તે જાણીતું છે કે વંતારા પ્રોજેક્ટ અનંત અંબાણીની ખૂબ નજીક છે. તે જ તેને સંભાળે છે.
અનન્યા પાંડેની વાત કરીએ તો તેણીએ હાલમાં જ Call Me Bea સાથે OTT ડેબ્યૂ કર્યું છે. આ સિરીઝમાં તે એક અબજોપતિ પરિવારની દીકરી બેલાનું પાત્ર ભજવતી જોવા મળે છે. આ પછી અનન્યા પાંડે પાસે વિક્રમાદિત્ય મોટવાનીની થ્રિલર ફિલ્મ છે જે નેટફ્લિક્સ પર આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
