'આર્યને પૂછ્યુ હતુ - ગાંજાનો જુગાડ થઈ શકશે? અનન્યાએ કહ્યુ - હું અરેન્જ કરી દઈશ', NCBની પૂછપરછમાં ખુલાસા
અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્ઝ કેસમાં પૂછપરછ કરી રહી છે.
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના ડ્રગ્ઝ કેસમાં પૂછપરછ કરી રહી છે. એનસીબીએ અનન્યા પાંડેને આર્યન ખાન સાથે ચેટને લઈને પૂછપરછ કરવા માટે ગુરુવારે 21 ઓક્ટોબરે બોલાવી હતી. એનસીબી અનન્યા પાંડેની આર્યન ખાન સાથે મોબાઈલ પર કરવામાં આવેલ ચેટના આધારે પૂછપરછ કરી રહી છે. એનસીબીના સૂત્રોનો દાવો છે કે અનન્યા પાંડે આર્યન ખાન માટે ગાંજા(વીડ)ની વ્યવસ્થા કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. આર્યન અને અનન્યા બંનેએ આ વિશે મોબાઈલ પર મેસેજ દ્વારા વાત પણ કરી હતી.

આર્યને અનન્યાને પૂછ્યુ હતુ - ગાંજાનો જુગાડ થઈ શકે છે?
એનસીબીએ અનન્યા પાંડે અને આર્યન ખાન વચ્ચે વાતચીતના આ ચેટ મેસેજ જપ્ત કર્યા છે જેમાં બંને ગાંજો ખરીદવાની ચર્ચા કરી રહ્યા હતા. ઈન્ડિયા ટુડે ટીવી મુજબ એનસીબીના સૂત્રોએ જણાવ્યુ છે, 'આર્યન ખાન અને અનન્યા પાંડે વચ્ચે વાતચીત દરમિયાન આર્યન અનન્યા સાથે ગાંજા વિશે વાત કરી રહ્યો હતો. આર્યન પૂછી રહ્યો હતો કે શું વીડ(ગાંજા)ની વ્યવસ્થા કરવાનો કોઈ જુગાડ થઈ શકે છે? આના પર અનન્યા પાંડેએ જવાબ આપ્યો હતો, 'હું અરેન્જ કરીશ.'

આર્યન માટે ગાંજો અરેન્જ કરી રહી હતી? એનસીબીએ પૂછ્યુ તો અનન્યા બોલી - મજાક હતી
એનસીબીએ ગુરુવાર(21 ઓક્ટોબર)ના રોજ પૂછપરછ દરમિયાન જ્યારે અનન્યા પાંડેને આર્યન ખાન સાથે ગંજો અરેન્જ કરવાની ચેટ બતાવી તો અભિનેત્રીએ જવાબ આપ્યો, 'હું તો બસ મજાક કરી રહી હતી.' આર્યન ખાન સાથે વાતચીત વિશે પૂછવા પર અનન્યાએ એ પણ કહ્યુ કે તેને કદાચ જ યાદ હશે કારણકે આ વાતચીત બહુ પહેલાની છે.

અનન્યા બોલી, ડ્રગ્ઝનુ સેવન નથી કર્યુ, વાતચીત સિગારેટ વિશે હતી
અનન્યા પાંડેએ એનસીબીના અધિકારીઓને એ પણ જણાવ્યુ કે તેણે ક્યારેય પણ ડ્રગ્ઝનુ સેવન નહોતુ કર્યુ અને ના કોઈને સપ્લાય કર્યુ હતુ. જ્યારે એનસીબી અધિકારીઓએ ડ્રગ્ઝ ચેટ વિશે પૂછ્યુ તો અનન્યા પાંડેએ કહ્યુ કે તે સિગરેટ વિશે છે નહિ કે ગાંજા(વીડ) વિશે.

'નહોતી જાણતી કે ગાંજો પણ ગેરકાયદે છે...'
અનન્યા પાંડેએ એનસીબીના અધિકારીઓને કહ્યુ કે તે નહોતી જાણતી કે ગાંજો પણ ગેરકાયદે છે અને ડ્રગ્ઝની કેટેગરીમાં આવે છે. અનન્યાએ જોર આપીને કહ્યુ કે વાતચીત સિગરેટ વિશે હતી નહિ કે ડ્રગ્ઝ વિશે. અનન્યા પાંડેએ ગુરુવારે પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઑફિસ પહોંચી હતી. પહેલા તો તેને બહાર બેસવા માટે કહેવામાં આવ્યુ હતુ. પૂછપરછમાં એનસીબી તપાસ અધિકારી વીવી સિંહ, એનસીબીના ઝોનલ નિર્દેશક સમીર વાનખેડે અને એક મહિલા અધિકારી હાજર હતા.

એનસીબી ઑફિસમાં પિતા ચંકી પાંડે સામે રડી રહી હતી અનન્યા
અનન્યા પાંડે ગુરુવારે પહેલા દોરની પૂછપરછ દરમિયાન પિતા ચંકી પાંડે સાથે એનસીબીની ઑફિસ પહોંચી હતી. રિપોર્ટ મુજબ ગુરુવારે પહેલા દોરની પૂછપરછ દરમિયાન અનન્યા પાંડે પોતાના પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઑફિસ પહોંચી હતી. પૂછપરછ રૂમમાં જતા પહેલા અનન્યા ખૂબ ગભરાયેલી હતી અને પિતા ચંકી પાંડે સામે રડવા લાગી હતી. એનસીબી અધિકારીઓએ અનન્યા પાંડેની સાંજે લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરી. પૂછપરછ પહેલા એનસીબી અધિકારીઓની એક ટીમ ગુરુવારે અનન્યા અને ચંકી પાંડેના મુંબઈ સ્થિત ઘરે પણ ગઈ હતી.

એનસીબીએ કહ્યુ - હાલમાં અનન્યા પાંડે સામે કોઈ પૂરતા પુરાવા નથી
એનસીબીએ અનન્યા પાંડેને શુક્રવારે(22 ઓક્ટોબર) ફરીથી પૂછપરછ માટે બોલાવી. એનસીબીના જણાવ્યા મુજબ હજુ સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી જે એ સાબિત કરે કે અનન્યા પાંડેએ આર્યન ખાન માટે ક્યારેય કોઈ ડ્રગની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત આર્યન અને અનન્યા વચ્ચે ડ્રગ્ઝ કૉન્ટ્રેબેંડને લઈને ઘણી વાર વાતચીત થઈ ચૂકી છે. આ લિંકના આધારે એનસીબી તપાસ અને પૂછપરછ કરી રહી છે.

અનન્યા બોલી - આર્યન અને સુહાના ખાન મારા દોસ્ત છે
અનન્યા પાંડેએ એનસીબીને જણાવ્યુ કે તેણે આર્યન ખાન સાથે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. અનન્યા પાંડેએ કહ્યુ કે આર્યન ખાનની બહેન સુહાના ખાન તેની સારી દોસ્ત છે. અનન્યા પાંડેએ કહ્યુ કે તે બધા પારિવારિક મિત્ર છે. અનન્યાએ એનસીબી અધિકારીઓને જણાવ્યુ કે શૂટિંગ શિડ્યુલ ઉપરાંત તે બધા જ્યારે પણ મોકો મળે ત્યારે મળે છે અને એકસાથે ફરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
