ઐશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલમાંથી થયા ડિસ્ચાર્જ, અમિતાભ બચ્ચન થયા ભાવુક
આ વખતે પોતાના પરિવાર વિશે માહિતી શેર કરતી વખતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહિ.
બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે કોરોના સામે લડી રહ્યા છે. અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ તે છેલ્લા ઘણા દિવસોથી મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં ભરતી છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. અમિતાભ બચ્ચન ઉપરાંત તેમના દીકરા અભિષેક બચ્ચન, વહુ ઐશ્વર્યા બચ્ચન અને પૌત્રી આરાધ્યા બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા છે. હોસ્પિટલમાં અમિતાભ બચ્ચન સતત પોતાના આરોગ્ય વિશે સોશિયલ મીડિયા દ્વારા માહિતી શેર કરી રહ્યા છે. આ વખતે પોતાના પરિવાર વિશે માહિતી શેર કરતી વખતે અમિતાભ બચ્ચન ભાવુક થઈ ગયા અને આંસુ રોકી શક્યા નહિ.

ભાવુક થયા અમિતાભ બચ્ચન
વાસ્તવમાં સોમવારે ઐશ્વર્યા રાય અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે ત્યારબાદ તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા. ખુદ અભિષેક બચ્ચને આ બાબતે ટ્વિટ કરીને માહિતી શેર કરી છે. ત્યારબાદ અમિતાભ બચ્ચને ઐશ્વર્યા અને આરાધ્યાના ડિસ્ચાર્જ થવા પર ભાવુક ટ્વિટ કર્યુ. તેમણે ટ્વિટ કરીને લખ્યુ, મારા નાની દીકરી અને વહુરાનીને હોસ્પિટલમાંથી મુક્તિ મળવા પર, હું રોકી ન શક્યો મારા આંસુ, પ્રભુ તારી કૃપા અપાર, અપરંપાર.

અભિષેકે ટ્વિટ કરીને આપી માહિતી
આ પહેલા અભિષેક બચ્ચને ટ્વિટ કરીને લખ્યુ હતુ કે તમારી નિરંતર પ્રાર્થનાઓ અને શુભકામનાઓ માટે તમારા બધાનો આભાર. શુકર છે કે ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના ટેસ્ટ નેગેટીવ આવ્યો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. તે હવે ઘરે રહેશે. મારા પિતા અને હું મેડિકલ સ્ટાફની દેખરેખમાં હોસ્પિટલમાં છે.

હોસ્પિટલમાં ભરતી હતો પરિવાર
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને પહેલા જ કોરોના પૉઝિટીવ આવ્યા બાદ તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વળી, બીજા દિવસે 46 વર્ષીય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને કોવિડ 19 ટેસ્ટ પૉઝિટીવ આવ્યા બાદ હોમ ક્વૉરંટાઈનમાં રાખવામાં આવ્યા હતા પરંતુ દસ દિવસ પહેલા તબિયત બગડ્યા બાદ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેની દીકરી આરાધ્યાને પણ નાણાવતી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
