Pics : અને અમિતાભને ભેંટી પડ્યાં સલમાન ખાન
મુંબઈ, 10 ઑક્ટોબર : મહેબુબ સ્ટુડિયોમાં બૉલીવુડની અનેક યાદો સંગ્રહાયેલી છે. આ સ્ટુડિયોમાં સમયાંતરે ફિલ્મોનું શૂટિંગ થતુ રહે છે અને ગઈકાલે આ સ્ટુડિયો બૉલીવુડના બે સ્ટાર્સની મુલાકાતનું માધ્યમ બની ગયું કે જ્યારે શહેંશાહ અમિતાભ બચ્ચન અને દબંગ સલમાન ખાન સામસામે આવી ગયાં.
મહેબુબ સ્ટુડિયો ખાતે અમિતાભ બચ્ચને સલમાન ખાન સાથે મુલાકાત કરી. બિગ બીને જોઈ ઉત્સાહિત સલમાન ખાન તેમને ભેંટી પડ્યાં. અમિતાભ બચ્ચન પોતાની આવનાર ફિલ્મ ભૂતનાથ 2 માટેનું શૂટિંગ કરવા મહેબુબ સ્ટુડિયો પહોંચ્યા હતાં કે જ્યાં સલમાન ખાન અને તબ્બુ પહેલાથી જ હાજર હતાં. તેઓ પોતાની આવનાર ફિલ્મ જય હો માટે શૂટિંગ કરી રહ્યા હતાં.
બિગ બી સાથે મુલાકાત કરી દબંગે ખૂબ જ રાહત અનુભવી. અમિતાભે પોતે ટ્વિટ કરી જણાવ્યું કે તેઓ સલમાન ખાનને મળ્યાં અને તેમની નર્વ પ્રોબ્લેમ અંગે પૃચ્છા કરી. બિગ બીએ જણાવ્યું કે સલમાનની તબીયતમાં હવે ઘણો સુધારો થયો છે.
આવો તસવીરોમાં જોઇએ શહેંશાહ-દબંગનું મિલન :

ભૂતનાથ 2નું શૂટિંગ શરૂ
અમિતાભ બચ્ચને ભૂતનાથની સિક્વલ ભૂતનાથ 2 માટે શૂટિંગ શરૂ કર્યું છે. તેઓ મહેબુબ સ્ટુડિયોમાં આ ફિલ્મના શૂટિંગ માટે પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું કે તેમના કપડા જોઈને કોઈને લાગે કે શિયાળો ચાલુ થઈ ગયુ છે, પરંતુ તેઓએ ફિલ્મમાં ભૂતના રોલ માટે આ વેશ ધર્યો છે.

સલમાનની જય હો
મહેબુબ સ્ટુડિયો ખાતે સલમાન ખાન જય હો ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતાં. તે જ દરમિયાન અમિતાભ બચ્ચન પણ સ્ટુડિયોમાં પહોંચ્યાં અને સલમાન સાથે મુલાકાત કરી.

ભેંટી પડ્યાં સલમાન
સામાન્ય રીતે અમિતાભ સાથે પોતાની સમસ્યાઓ શૅર કરતા સલમાન ખાન અમિતાભને જોતા જ તેમને ભેંટી પડ્યાં. અમિતાભ અને સલમાને બાગબાં, ગૉડ તુસ્સી ગ્રેટ હો જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

તબ્બુને સ્વપ્ન આવી ગયું
અમિતાભને મળી તબ્બુ બહુ ખુશ થઈ ગયાં. તેમણે જણાવ્યું કે તેમને ગઈરાત્રે સ્વપ્ન આવ્યુ હતું કે તેઓ આવતીકાલે અમિતાભને મળવાના છે.

સલમાનની તબીયત સારી
સલમાન સાથે મુલાકાત બાદ અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું છે કે સલમાન ખાનની તબીયત હવે સારી છે. તાજેતરમાં જ સલમાન ખાને પોતાની નર્વ પ્રોબ્લેમનો સામનો કર્યો હતો. અમિતાભે જણાવ્યું કે સલમાને તેમની સાથે તેમના નર્વ પ્રોબ્લેમ અંગે વાતચીત કરી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
