અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઝુંડ' માં થશે સૈરાટ સુપરસ્ટાર્સનું બોલિવુડ ડેબ્યુ
અમિતાભ બચ્ચને પોતાની આગામી ફિલ્મ ‘ઝુંડ' નું શૂટિંગ શરૂ કરી દીધુ છે.
અમિતાભ બચ્ચને પોતાની આગામી ફિલ્મ 'ઝુંડ' નું શૂટિંગ શરૂ કરી દીધુ છે. ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે નાગરાજ મંજૂલે, જેમણે આ પહેલા મરાઠી ફિલ્મ સૈરાટનું નિર્દેશન કર્યુ હતુ અને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. આ નાગરાજની પહેલી બોલિવુડ ફિલ્મ હશે. વળી, માત્ર નિર્દેશક જ નહિ પરંતુ આ ફિલ્મમાં સૈરાટ ફેમ સ્ટાર્સ રિંકુ રાજગુરુ અને આકાશ ઠોસર પણ જોવા મળશે.

સૈરાટમાં આર્ચી અને પર્શ્યાની ભૂમિકા નિભાવનાર આ બે સ્ટાર્સ રાતોરાત સૌના ફેવરિટ બની ગયા હતા. સૈરાટ 100 કરોડ કમાનાર પહેલી મરાઠી ફિલ્મ બની અને રિંકુ-આકાશ સુપર સ્ટાર્સ. લાંબા સમયથી તેમના બોલિવુડ ડેબ્યુની રાહ જોવામાંઆવી રહી હતી. આકાશ ઠોસરને આપણે Lust Stories માં પણ જોયો હતો.
ઝૂંડની વાત કરીએ તો આ ફિલ્મ વિજય બરસેના જીવન પર આધારિત હશે જે ગલી મહોલ્લાના છોકરાઓને ભેગા કરીને તેમની એક ફૂટબોલ ટીમ તૈયાર કરે છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક પ્રોફેસરની ભૂમિકામાં હશે જે પોતાના મહોલ્લાના બાળકોને ફૂટબોલ માટે તૈયાર કરે છે. રિંકુ અને આકાશ પણ ફિલ્મમાં ફુટબોલ રમતા જોવા મળશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
