સ્ક્રીન ઍવૉર્ડ્સમાં અમિતાભના નમસ્કારે રેખાનું સ્મિત!
મુંબઈ, 16 જાન્યુઆરી : હા જી... આમ જ થયું બુધવારે. જેમ સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભની તસવીરો આઉટ થઈ અને અમિતાભ-રેખાના નમસ્કાર વાળી તસવીર સામે આવી કે તરત જ મીડિયામાં આ તસવીર સાથેના સમાચાર હૅડલાઇન બની ગયાં. દરેક મોટી ન્યુઝ ચૅનલે પોતાની પાંચમાંથી એક હૅડલાઇન અમિતાભ-રેખાને જ બનાવી. જોકે આ સમાચાર હતા પણ હૅડલાઇન લાયક, કારણ કે એવું પૂરા 33 વરસ બાદ થયું છે કે અમિતાભ-રેખા કોઈ જાહેર મંચ ઉપર સામ-સામે આવ્યાં અને સ્મિત ફરકાવતાં એક-બીજાને નમસ્કાર કર્યાં હોય.
હકીકતમાં ગત 14મી જાન્યુઆરીએ યોજાયેલ સ્ક્રીન ઍવૉર્ડ્સ સમારંભમાં અમિતાભ બચ્ચન પોતાના પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતાં. આ સમારંભમાં અમિતાભે રેખાને હાથ જોડી નમસ્કાર કર્યાં અને તેના જવાબમાં રેખાએ ખૂબ જ અદા સાથે સ્મિત ફરકાવ્યું. એટલું જ નહીં, સમારંભમાં રેખા-જયા ભેંટતા પણ દેખાયાં. આ દૃશ્ય જોઈ સૌ આશ્ચર્યમાં મૂકાઈ ગયાં.
હાલ તો આવું કેમ થયું, એ જ વિચારવા જેવી બાબત છે, પણ એટલું તો નક્કી છે કે આપણે ત્યાં અમિતાભ-રેખા સાથે જોડાયેલી દરેક બાબત લોકો વાંચવા અને સમજવા માંગે છે. જોઇએ આ સિલસિલો આગળ વધશે કે પછી અહીં જ થંભી જશે. નોંધનીય છે કે રેખા અને અમિતાભ બચ્ચન એવી જોડી છે કે જેણે ગંગા કી સૌગંધ, ખૂન પસીના, મિ નટવરલાલ, સુહાગ, મુકદ્દર કા સિકંદર અને છેલ્લે સિલસિલા જેવી હિટ ફિલ્મો આપી છે. યશ ચોપરા દિગ્દર્શિત સિલસિલા પછી આ જોડીનો સિલસિલો તુટી પડ્યો.
આવો તસવીરો વડે જોઇએ અમિતાભ-રેખા-જયાનો પ્રણય ત્રિકોણ :

તેત્રીસ વર્ષ બાદ
ગત ઉત્તરાયણના દિવસે એટલે કે 14મી જાન્યુઆરીએ યોજાયેલ સ્ક્રીન ઍવૉર્ડ્સમાં અમિતાભ બચ્ચને રેખાને નમસ્કાર કર્યાં, તો રેખાએ જવાબમાં સ્મિત ફરકાવ્યું. જયા બચ્ચન પણ રેખાને ભેંટ્યાં. આવુ તેત્રીસ વર્ષ બાદ થયું છે.

સિલસિલા
અમિતાભ બચ્ચન અને રેખા વચ્ચે પ્રેમનો સિલસિલો ફિલ્મ સિલસિલા સાથે શરૂ થયો. બંને એક-બીજાને બહુ ચાહતા હતાં.

અમિતાભ-રેખા અફૅર
અમિતાભ-રેખાનું અફૅર ઘણા લાંબા સમય સુધી બૉલીવુડમાં ચર્ચાનો વિષય રહ્યો, પણ આ અફૅર કોઈ સંબંધમાં ન પરિણામ શક્યું.

અમિતાભ-જયાનો પ્રેમ
ઝંજીર ફિલ્મ દરમિયાન જ અમિતાભ જયાને મળ્યાં અને ત્યારથી જ અમિતાભને જયા ગમી ગયાં.

અમિતાભ-જયાના લગ્ન
અમિતાભે જયાને લગ્ન માટે પ્રપોઝ કરી અને બંને પરિવારો સંબંધ માટે સંમત થઈ ગયાં. અંતે અમિતાભ-જયાએ લગ્ન કરી લીધાં.

રેખાને અમિતાભે આપ્યો બંગલો
રેખાનો જે બંગલો મુંબઈના જુહૂમાં છે, તેના અંગે કહે છે કે તે બંગલો અમિતાભે જ રેખાને ગિફ્ટમાં આપ્યો હતો.

રેખા સાથે કામ કરવા માંગે છે અમિતાભ
અમિતાભે ઘણા વખત અગાઉ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે જો રેખા સાથે કોઈ સારી ફિલ્મ કરવાની તક મળશે, તો તેઓ કરશે.

વિમાનમાં એક સાથે
થોડાક દિવસ અગાઉ અમિતાભ અને રેખા એક સાથે ફ્લાઇટમાં દેખાયાં. જુઓ કઈ રીતે રેખાએ કૅમેરામાં કેદ થવાથી બચવા માટે પોતાનું મોઢું ફેરવી લીધું છે.

એક જ મહીને જન્મ દિવસ
રેખા-અમિતાભના જન્મ દિવસો એક જ મહીને ઑક્ટોબરમાં ક્રમશઃ 10મી અને 11મી તારીખે આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
