અમિતાભે બચ્ચને અભિષેકને નહિ પરંતુ આ ખાસ વ્યક્તિને ગિફ્ટમાં આપ્યો પોતાનો 'પ્રતીક્ષા' બંગલો, જાણો કારણ
Amitabh Bachchan Prateeksha: બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલ છે કે અમિતાભ બચ્ચને તેમનો પ્રિય બંગલો 'પ્રતીક્ષા' તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને ભેટમાં આપ્યો છે. અમિતાભ બચ્ચને બૉલિવુડમાં પોતાનું સ્થાન બનાવવા માટે ઘણી મહેનત કરી છે.
સખત મહેનત બાદ જ તેઓ આજે આ પદ પર પહોંચી શક્યા છે અને કરોડોની સંપત્તિના માલિક બની ગયા છે. અમિતાભ બચ્ચનના જીવનમાં એક સમય એવો હતો જ્યારે તેઓ નાદાર થઈ ગયા હતા પરંતુ હવે તેઓ બૉલિવુડના મેગાસ્ટાર તરીકે ઓળખાય છે અને ઈન્ડસ્ટ્રીના સૌથી ધનિક સ્ટાર્સમાંના એક છે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન પાસે મુંબઈના જુહુ વિસ્તારમાં ત્રણ આલીશાન બંગલા છે જેમાં 'જલસા', 'પ્રતીક્ષા' અને 'જનક'ના નામ છે. આ સિવાય બિગ બી પાસે 'વત્સ' નામનો બીજો આલીશાન બંગલો પણ છે. આમાંથી એક બંગલો તેમણે પોતાના દિલની સૌથી નજીકની વ્યક્તિને ગિફ્ટ કર્યો છે. અહેવાલ છે કે આ વખતે દિવાળી પહેલા અમિતાભ બચ્ચને તેમનો આલીશાન બંગલો 'પ્રતીક્ષા' તેમની વહાલી દીકરી શ્વેતા બચ્ચનને ભેટમાં આપ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બિગ બીના બંગલા 'પ્રતીક્ષા'ની કિંમત 50.63 કરોડ રૂપિયા છે, જે તેમણે તેમની પુત્રી શ્વેતાના નામે કરી દીધો છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા 'જલસા' બંગલામાં પોતાના આખા પરિવાર સાથે રહે છે. તેમણે તેમના આલીશાન બંગલામાં 'પ્રતીક્ષા'માં પુત્ર અભિષેક બચ્ચનના લગ્નનું આયોજન કર્યું હતું. આ બંગલામાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના શાહી લગ્ન થયા હતા.
મનીકંટ્રોલના એક રિપોર્ટ અનુસાર, અમિતાભ બચ્ચને 890.47 સ્ક્વેર મીટર અને 674 સ્ક્વેર મીટરની બે જમીનને આવરી લેતી પ્રોપર્ટી તેમની પુત્રી શ્વેતા બચ્ચન નંદાને આપી છે. તેમણે આ બંગલો 8 નવેમ્બરના રોજ શ્વેતા બચ્ચનને સોંપી દીધો હતો. આ માટે અમિતાભ બચ્ચને 50.65 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને સંયુક્ત રીતે આ બંગલો તેમની પુત્રીને ભેટમાં આપ્યો છે.
81 વર્ષીય અમિતાભ બચ્ચન તેમના બંગલા 'જનક'ને તેમની ઓફિસ તરીકે ઉપયોગ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જુલાઈ 2023માં અમિતાભ બચ્ચને મુંબઈના અંધેરી (વેસ્ટ) વિસ્તારમાં વીરા દેસાઈ રોડ પાસે સિગ્નેચર બિલ્ડિંગમાં 21માં માળે 4 ફ્લેટ ખરીદ્યા હતા. તેમણે અંધેરીમાં ઓફિસ પ્લેસના રૂપમાં રૂ. 43.10ની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી હતી. ફ્લેટમાં ત્રણ પાર્કિંગ સ્લૉટ પણ સામેલ છે. તેમણે આ ફ્લેટ વીર સાવરકર પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદ્યા હતા. અમિતાભ બચ્ચને આ 4 ફ્લેટ ભાડા પર આપ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
