Pics : નાના પડદે સસરાના રોલમાં આવે છે અમિતાભ
મુંબઈ, 6 જૂન : અમિતાભ બચ્ચન કે જેઓ બૉલીવુડના મહાનાયક છે અને ટેલીવિઝનના નાના પડદે પણ જેમણે પોતાની ઓળખ સ્થાપિત કરી છે, પુનઃ એક વાર નવું કરવાની આકાંક્ષા સાથે એક ફિક્શન ટીવી સીરિયલ લઈને આવી રહ્યાં છે. તેઓ સોની ટીવી ઉપર આવનાર છે.
સોની ટીવી પર અમિતાભનો કૌન બનેગા કરોડપતિ શો પહેલા જ ઇતિહાસ રચી ચુક્યો છે અને એટલે જ અમિતાભે કંઈક નવું કરવાના વિચાર સાથે ટેલીવિઝન આર્ટિસ્ટ તરીકે નાના પડદે ઉતરવાનો નિર્ણય કર્યો છે. અમિતાભે મીડિયાને જણાવ્યું કે તેઓ કદાચ આ સીરિયલમાં સસરાનો રોલ કરશે. અમિતાભનો આ શો બાકીના તમામ ટીવી સો ઉપર ભારે પડવાનો છે એવી આશા સેવાઈ રહી છે.
સોની ટીવી પર શરૂ થનાર આ નવા શોના નિર્માતા એન્ડેમો એન્ડેમોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા સરસ્વતી ક્રિએશન્સ છે. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ શોને અમિતાભ બચ્ચન હોસ્ટ કરવાના છે. અમિતાભ બચ્ચને જોકે આ ટીવી શો અંગે કંઈ જણાવ્યું નથી, પરંતુ મીડિયાના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે ટીવી શોમાં સાસ-વહુ જેવા અનેક પાત્રો હોય છે. તેમનું પાત્ર કદાચ સસરાનો હશે.
અમિતાભને પૂછવામાં આવ્યું કે નાના પડદે હંમેશા મહિલાઓનો વર્ચસ્વ રહ્યો છે, તેની ઉપર કેમ વિજય મેળવશો? અમિતાભે જવાબ આપ્યો કે વિજય તો તેઓ અગાઉથી જ તમામ ઉપર મેળવી ચુક્યા છે. બીજી બાજુ અનુરાગ કશ્યપ કે જેઓ સીરિયલના દિગ્દર્શક છે, તેમનું કહેવું હતું કે અમિતાભ બચ્ચન ખૂબ જ ડિમાંડિંગ છે.
આવો વનઇંડિયાના રિપોર્ટર સોનિકા સાથે અમિતાભની વાતચીતના અંશ તસવીરો સાથે જોઇએ.

ક્યાંક બોર ન થઈ જાય અમિતાભ
અમિતાભ બચ્ચનને પૂછવામાં આવ્યું કે સર આપે હંમેશા કંઈક નવું કરવા માંગો છે અને ટીવી સીરિયલમાં એક જ પ્રકારના રોલ કરી સામાન્ય રીતે બોર થઈ જાઓ છો. આપને નથી લાગતું કે ક્યાંક આપ બોર તો નહિં થઈ જાઓ એક જ રોલ કરતાં-કરતાં. અમિતાભે શું કહ્યું, જાણવા માટે આગળ વધો.

અત્યાર સુધી તો નથી થયો બોર
અમિતાભે જવાબ આપ્યો - મોહતરમા અભી તક કે કૅરિયરમાં તો બોર નહીં હુઆ. ઉમ્મીદ હૈ કિ આગે ભી નહીં હોઊંગા. તેમણે જણાવ્યું - અત્યાર સુધી તો એવું વિચાર્યું નથી કે બોર થઈ શકું. આગળ જોયું જશે.

નાના પડદે મહિલાઓનો વર્ચસ્વ
અમિતાભને બીજો પ્રશ્ન કરાયો કે ટીવી ઉપર મહિલા પાત્રોનો વર્ચસ્વ છે, તેની ઉપર કેમ વિજય મળવશો? લોકો સાસ-વહુને જ જોવું પસંદ કરે છે, તો આપનો રોલ કયા પ્રકારનો હશે?

વિજય તો મેળવી લીધો છે
અમિતાભે આ સવાલના જવાબમાં જણાવ્યું - મેં તો સૌની ઉપર વિજય પહેલાં જ મેળવી લીધો છે. મને કોઈથી ડર નથી લાગતું. (હસીને) હું આ સીરિયલમાં સસરાનો રોલ કરીશ. હવે સાસુ મળવી તો મુશ્કેલ પડશે આ ઉંમરે.

ઘરના લોકોને જાણ નથી કરી
અમિતાભને પૂછવામાં આવ્યું કે એવું સાંભળવા મળ્યું હતું કે આપે પોતાની ફૅમિલીને જાણ કર્યા વગર શો કર્યો છે. આ અંગે આપ શું કહેશો? અમિતાભે જવાબ આપ્યો - જ્યારે હું કૌન બનેગા કરોડપતિ શો કરતો હતો, ત્યારે તેઓ તમામે રોક્યો હતો. આ વખતે પણ આવું ન થાય, એટલા માટે મેં આમ કર્યું.

અમિતાભને ગમે છે બડે અચ્છે લગતે હૈં
અમિતાભને પૂછાયું કે તેમનો ફેવરિટ ટીવી શો કયો છે? પહેલાં તો અમિતાભે કહ્યું કે જો તેઓ કોઇક બીજી ચૅનલના શોનું નામ લેશે, તો સોની ટીવી વાળા નારાજ થઈ જશે. પછી અમિતાભે કહ્યું કે સોની ટીવીનો શો બડે અચ્છે લગતે હૈં તેમને બેહદ પસંદ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
