Ayodhya: અમિતાભ બચ્ચને અયોધ્યામાં ખરીદી 14.5 કરોડની જમીન? રજિસ્ટ્રારે જણાવી સચ્ચાઈ
Ayodhya Amitabh Bachchan land: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટે અયોધ્યા શહેર સંપૂર્ણ રીતે તૈયાર છે અને 22મી જાન્યુઆરીના શુભ મુહૂર્તમાં રામલલાની મૂર્તિની વિશેષ મંત્રોચ્ચાર સાથે સ્થાપના કરવામાં આવશે.
પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે એવા સમાચાર છે કે બૉલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને અયોધ્યામાં ઘર બનાવવા માટે જમીન ખરીદી છે, જેની કિંમત 14.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે, હવે આ જમીનની કિંમત અંગે નક્કર માહિતી સામે આવી છે.

બુધવારે આ વિશે માહિતી આપતાં અયોધ્યા રજિસ્ટ્રાર શાંતિ ભૂષણ ચૌબેએ કહ્યું, 'જમીનના વેચાણ માટે કરાર કરવામાં આવ્યો છે અને તે પછી વેચાણ ડીડ કરવામાં આવશે. આ કરાર ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા (HOABL) અને અમિતાભ બચ્ચન વચ્ચે થયો છે, જેમાં 10 હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદવામાં આવ્યો છે અને તેના માટે 9 કરોડ રૂપિયાનુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યુ છે. તેથી સ્પષ્ટ છે કે અમિતાભ બચ્ચને જમીન 14.5 રૂપિયામાં નહીં પરંતુ 9 કરોડ રૂપિયામાં ખરીદી છે.
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને જે જગ્યા પર જમીન ખરીદી છે તે શ્રી રામ મંદિરથી માત્ર 15 મિનિટ અને મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી 30 મિનિટ દૂર છે. કંપનીના જણાવ્યા અનુસાર, 'ધ સરયૂ' નામથી બનેલ આ 51 એકરમાં 7 સ્ટાર રેટેડ કૉમ્પ્લેક્સ સરયૂ નદીના કિનારે બનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, HOABLના અધ્યક્ષ અભિનંદન લોઢાએ જણાવ્યું હતું કે તેમની કંપની અમિતાભ બચ્ચનને 'ધ સરયૂ'ના પ્રથમ નિવાસી તરીકે આવકારવા માટે ખૂબ જ ઉત્સુક છે.
અમિતાભ બચ્ચને એમ પણ કહ્યું હતું કે તેઓ ધ હાઉસ ઓફ અભિનંદન લોઢા સાથે અયોધ્યામાં એક નવી યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચનનો પરિવાર યુપીનો છે. તેમનો જન્મ અને અભ્યાસ પ્રયાગરાજ (તત્કાલીન અલ્હાબાદ)માં થયો હતો. આવી સ્થિતિમાં અમિતાભ બચ્ચન હવે અયોધ્યામાં ઘર બનાવીને યુપી સાથે નવા જોડાણની શરૂઆત કરવા જઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
