લાખ કોશિશો છતાં અમિતાભ બચ્ચનને નથી મળતી આ વસ્તુઓ
એક સમય હતો જ્યારે શહેનશાહ અમિતાભ બચ્ચન ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતા બોલીવુડ સ્ટાર હતા. પરંતુ બાદશાહ શાહરુખ ખાનની વધતી લોકપ્રિયતાએ બિગ બી પાસેથી આ ખિતાબ છીનવી લીધો.
એક સમય હતો જ્યારે શહેનશાહ અમિતાભ બચ્ચન ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરાતા બોલીવુડ સ્ટાર હતા. પરંતુ બાદશાહ શાહરુખ ખાનની વધતી લોકપ્રિયતાએ બિગ બી પાસેથી આ ખિતાબ છીનવી લીધો.

સોશિયલ મીડિયાથી નારાજ
બસ, ત્યારથી અમિતાભ બચ્ચન આ સોશિયલ મીડિયા કંપનીથી થોડા નારાજ છે. અમિતાભ બચ્ચને હાલમાં જ એક ટ્વિટ કરીને ટ્વિટરને વિનંતી કરી છે કે તેમના ફોલોઅર્સ વધારી દો.

મહેનત કરવા છતાં ન વધ્યા બીગ બીના ફોલોઅર્સ
અમિતાભ બચ્ચન પોતાના ટ્વિટર ફોલોઅર્સથી બહુ ખુશ નથી. અમિતાભ ઈચ્છે છે કે તેમના ફોલોઅર્સ જલ્દીમાં જલ્દી વધી જાય અને તેના માટે ઘણી મહેનત પણ કરી રહ્યા છે. તેઓ દિવસમાં ઘણી વાર ટ્વિટ કરે છે, ફોટો અપલોડ કરે છે અને ફેન્સના સવાલોના જવાબ પણ આપે છે પરંતુ તેમના ફોલોઅર્સ છે કે વધવાનું નામ જ નથી લેતા. હવે તો અમિતાભે સીધી ટ્વિટરને જ વિનંતી કરી દીધી છે. તેમણે ટ્વિટર પર લખ્યુ. 'અરે યાર ટ્વિટરજી... યાર હવે તો અમારા નંબર વધારી દો. '

'અરે યાર હવે તો અમારા નંબર વધારી દો'
અમિતાભે ટ્વિટમાં લખ્યુ કે, 'અરે યાર હવે તો અમારા નંબર વધારી દો, ક્યારનો કેટલુ બધુ ટ્વિટ કરુ છું, નંબર વધારવા માટે કંઈ બીજુ કરવાનું હોય તો બોલો'. અમિતાભની વિનંતી પર ટ્વિટરનો હજુ સુધી કોઈ જવાબ નથી આવ્યો. થોડા દિવસ પહેલા પણ બિગ બી એ ટ્વિટરના ફોલોઅર્સને લઈને ટ્વિટ કર્યુ હતુ. તેમણે લખ્યુ હતુ કે, 'ડિયર ટ્વિટર મેનેજમેન્ટ, આ જોરદાર છે. તમે લોકો કેવી રીતે ફોલોઅર્સની સંખ્યા એકની રાખો છો. તે બિલકુલ આમથી-તેમ નથી થતી. ભલેને ગમે તેટલી એક્ટિવિટી કેમ ના થઈ હોય. વેલ ડન! મતલબ તમે સ્કોર બોર્ડ કેવી રીતે મેનેજ કરો છો. '

શાહરૂખખાનથી પાછળ થવાનું હતુ દુઃખ
અમિતાભ બચ્ચને ટ્વિટર ફોલોઅર્સને લઈને આ પહેલી વાર સવાલો નથી ઉઠાવ્યા. આ પહેલા પણ જ્યારે શાહરુખ ખાને અમિતાભ બચ્ચનના ફોલોઅર્સની સંખ્યા પછાડી દીધી હતી ત્યારે તો બીગ બી એ ટ્વિટર છોડવાની ધમકી પણ આપી દીધી હતી. અમિતાભ બચ્ચને લક્યુ હતું, ‘ટ્વિટર? તમે મારા ફોલોઅર્સ ઓછા કરી દીધા? હાહાહાહા... આ જોક છે. હવે સમય આવી ગયો છે તમારાથી વિદાય લેવાનો, અત્યાર સુધી માટે આભાર! આ સમુદ્રમાં બીજી પણ ઘણી ‘માછલીઓ' છે.'

તો આ છે સૌથી ફોલો કરાતા ભારતીય
હાલમાં ટ્વિટર પર શાહરુખ ખાન સૌથી વધુ ફોલો કરાતા બોલીવુડ અભિનેતા છે. શાહરુખ ખાનના 3 કરોડ 52 લાખ ફોલોઅર્સ છે. વળી, ભારતીયોની વાત કરીએ તો 4 કરોડ 20 લાખ ફોલોઅર્સ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલા નંબર પર, 3 કરોડ 52 લાખ સાથે શાહરુખ બીજા અને 3 કરોડ 43 લાખ સાથે બીગ બી ત્રીજા નંબર પર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
