Pics : નીલ સાથે કામ કરી સ્લિમ થઈ ગયાં ગદર ગર્લ અમીષા
મુંબઈ, 3 જૂન : બૉલીવુડના ગદર ગર્લ આજકાલ ખૂબ જ ખુશ છે. તેઓ પોતાની આવનાર ફિલ્મ શૉર્ટકટ રોમિયો અંગે એટલા બધા ઉત્સાહિત છે કે તેમનાથી ઇંતેજાર પણ નથી થતો. અમીષા પટેલ આ ફિલ્મનું પુરજોશમાં પ્રમોશન કરી રહ્યાં છે. પ્રમોશનલ ઈવેંટ દરમિયાન અમીષા પટેલને જોઈને લાગે છે કે જાણે નીલ નિતિન મુકેશ સાથે કામ કરી તેઓ સ્લિમ થઈ ગયાં છે.
સુશી ગણેશન દિગ્દર્શિત બૉલીવુડ ફિલ્મ શૉર્ટકટ રોમિયો 21મી જૂને રિલીઝ થવાની છે અને અમીષા પટેલ ફિલ્મની સફળતા માટે એડી-ચોટીનો જોર લગાવી રહ્યાં છે. કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા બૉલવુડ કૅરિયર શરૂ કરનાર અમીષા પટેલની છેલ્લી હિટ ફિલ્મ ગદર હતી. તાજેતરમાં જ અહીંના સન્મુખાનંદ હૉલ ખાતે પણ ફિલ્મનું પ્રમોશન યોજાયું. ફિલ્મમાં નીલ નિતિન મુકેશ, અમીષા પટેલ તથા પૂજા ગુપ્તા લીડ રોલમાં છે. પ્રમોશનલ ઈવેંટ દરમિયાન ત્રણે કલાકારો ઉપરાંત શ્યામક દાવર, સુશી ગણેશન પણ હાજર હતાં. આ પ્રસંગે શ્યામક દાવરદ્વારા કોરિયોગ્રાફ કરાયેલ ડાન્સ પરફૉર્મન્સ પણ યોજાયું.
આવો જોઇએ શૉર્ટકટ રોમિયોના પ્રમોશનની તસવીરી ઝલક.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
ફરી એક વાર બૉલીવુડ અભિનેતા નીલ નિતિન મુકેશની ફિલ્મ શૉર્ટકટ રોમિયો ચર્ચામાં છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
શૉર્ટકટ રોમિયો ફિલ્મના બે ગીતો આજકાલ મ્યુઝિક ચૅનલો ઉપર ધૂમ મચાવી રહ્યાં છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
સુશી ગણેશના દિગ્દર્શન હેઠળ બનેલી શૉર્ટકટ રોમિયો ફિલ્મ તામિળની હિટ થિરૂટ પાયલે ફિલ્મની રીમેક છે. શૉર્ટકટ રોમિયો માટે ત્રણે કલાકારોએ એડી-ચોટીનો જોર લગાવી દીધો છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
પૂજા અને અમીષાએ નીલ સાથે ગઝબના ઇંટીમેટ સીન્સ આપ્યાં છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
ફિલ્મના પ્રોમો જોઈ અંદાજો કળવો મુશ્કેલ છે કે ફિલ્મમાં બંનેમાંથી કોણે વધુ હૉટ સીન્સ આપ્યાં છે. આનો જવાબ તો નીલ નિતિન મુકેશ જ આપી શકે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
નીલનું પણ શું કહેવું? એક હીરો તરીકે તેઓ જેટલું પણ એક્સપોઝ કરી શકતા હતાં અને બોલ્ડ થઈ શકતા હતાં, તે તેમણએ કર્યું છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
નીલની છેલ્લી બે ફિલ્મો ડેવિડ અને 3જી બૉક્સ ઑફિસે કંઈ ખાસ ઉકાળી શકી નહોતી.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
અમીષા અને પૂજાને પણ બૉલીવુડમાં ટકી રહેવા એક હિટ ફિલ્મની જરૂર છે.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
ત્રણેએ જ ફિલ્મમાં તે બધુ કર્યું છે કે જેથી ફિલ્મ હિટ કરાવી શકાય.

શૉર્ટકટ રોમિયોનું પ્રમોશન
જોઇએ ત્રણેમાંથી કોના માટે સફળતાનો શૉર્ટકટ સાબિત થાય છે શૉર્ટકટ રોમિયો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
