આજે સાંજે થશે આલિયા-રણબીર કપૂરનુ વેડિંગ રિસેપ્શન, કોઈ 5 સ્ટાર હોટલ નહિ પરંતુ અહીં થશે પાર્ટી
લગ્ન પછી રણબીર અને આલિયાના લગ્નનુ રિસેપ્શન આજે સાંજે છે. જાણો ક્યાં થશે રિસેપ્શન.
મુંબઈઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પોતાના ફેન્સની લાંબી રાહ જોવડાવ્યા પછી 14 એપ્રિલ, 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સફેદ અને ગોલ્ડન કલરનો લગ્નની જોડી પહેરી આ કપલ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયુ. બંને પોતાના લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. લગ્ન પછી રણબીર અને આલિયાના લગ્નનુ રિસેપ્શન આજે સાંજે છે. ખાસ વાત એ છે કે બંનેના લગ્નનુ આ ગ્રાન્ડ રિસેપ્શન કોઈ 5 સ્ટાર હોટલમાં નથી થઈ રહ્યુ.

પોતાના ઘર વાસ્તુની બાલકનીમાં આલિયા-રણબીરે લીધા સાત ફેરા
સેલિબ્રિટી હોય કે સામાન્ય વ્યક્તિ પોતાના લગ્નના દિવસને ખાસ બનાવવા માટે આજકાલ ડેસ્ટિનેશન મેરેજ કરી રહ્યા છે અને કરોડો રૂપિયા લગ્નના ફંક્શનમાં ખર્ચ કરે છે. વળી, તેનાથી અલગ આલિયા અને રણબીરે ખૂબ જ સાદગીથી પોતાના લગ્ન કર્યા. તેમણે લગ્ન પોતાના બાંદ્રા સ્થિત વાસ્તુ અપાર્ટમેન્ટમાં ખૂબ જ નજીકના લોકોની હાજરીમાં કર્યા. આલિયા અને રણબીરે અગ્નિના સાત ફેરા અને જીવનભર સાથ નિભાવવાનુ વચન પોતાના ઘરની બાલકનીમાં બનેલા મંડપમાં લીધુ.

આજે ક્યાં કરી રહ્યા છે રણબીર-આલિયા પોતાના લગ્નનુ રિસેપ્શન
વળી, હવે લગ્નના બે દિવસ પછી બંનેના લગ્નનુ રિસેપ્શન પણ રણબીરના ઘર જેનુ નામ વાસ્તુ છે ત્યાં થશે. મીડિયા રિપોર્ટ મુજબ રણબીર અને આલિયાના લગ્નની રિસેપ્શન પાર્ટીમાં ખાસ લોકો જ ઈનવાઈટેડ છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજે પોતાના ઘર વાસ્તુમાં એક નાની પાર્ટી કરી રહ્યા છે. જો કે, મા નીતુ કપૂરે લગ્નના દિવસે કન્ફર્મ કર્યુ હતુ કે રિસેપ્શન પાર્ટી નહિ થાય.

આલિયા ભટ્ટ માટે રણબીર કપૂરની ખાસ સરપ્રાઈઝ
રણબીર અને આલિયા 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને ત્યારથી તેમના લગ્નના ફોટાએ તોફાન લાવી દીધુ છે. સેલિબ્રિટી લગ્નથી ખુશ છે અને ફેન્સ ફોટા જોઈને ખુશ છે. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મહેંદી, મસ્તી, મુસ્કાન અને સંગીતથી ભરપૂર હતી. આલિયાએ પોતાના મહેંદી સમારંભના ઘણા ફોટો શનિવારે શેર કર્યા અને ખુલાસો કર્યો કે રણબીરે આ ફંક્શનમાં તેના ગમતા ગાયકના પર્ફોર્મન્સની વ્યવસ્થા કરી અને તે એને ખૂબ ગમ્યુ. આલિયાએ એ પણ જણાવ્યુ કે કેવી રીતે અયાન મુખર્જી એક ડીજેવાલા બની ગયા અને કેવી રીતે તેણે પોતાના લગ્નમાં ફ્રેન્ચ ફ્રાઈસ ખાધુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
