મર્ડર-રાઝ સિરીઝમાં કામ કરવા માંગે છે આલિયા
મુંબઈ, 19 ફેબ્રુઆરી : આ કોઈ ઊભી કરેલી વાત નથી, પણ હકીકત છે. આલિયા ભટ્ટે પોતે આ વાત મીડિયાને કહી છે અને એમ પણ જણાવ્યું છે કે તેઓ મર્ડર અને રાઝ સિરીઝની ફિલ્મોનો ભાગ બનવા માંગે છે. આલિયાનું કહેવું છે કે ફિલ્મોમાં કામ કરતાં અમે દરેક પ્રકારના ઇમોશન્સ ફીલ કરીએ છીએ, પરંતુ હૉરર ફિલમો કરતાં સતત ભયભીત અને સમસમેલાં નજરે પડવું ખૂબ મુશ્કેલ હોય છે. જો મર્ડર 4 કે રાઝ 4 બને, તો તેઓ તેમાં જરૂર કામ કરવાનું પસંદ કરશે.

આલિયા ભટ્ટે પોતાના ભાઈ વિશેષ ભટ્ટના વખાણ કરતાં જણાવ્યું કે તેમણે મર્ડર 3 જોઈ છે અને ફિલ્મ જોઈ તેઓ ખૂબ ખુશ છે. તેમને ગૌરવ છે કે તેમના ભાઈએ આટલી બહેતરીન ફિલ્મ બનાવી છે.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર એટલે કે એસઓટીવાય સાથે પોતાના ફિલ્મી કૅરિયરની શરુઆત કરનાર આલિયા ભટ્ટ તાજેતરમાં જ મર્ડર 3 માટે યોજાયેલ એક કાર્યક્રમમાં નજરે પડ્યાં. તેમણે જણાવ્યું - મેં દર્શકો સાથે મર્ડર 3 જોઈ અને મને ખૂબ સારી લાગી. મને લાગે છે કે આ ફિલ્મ સાથે જ મર્ડર સિરીઝ વધુ એક ડગલું આગળ વધી ગઈ છે. એક બહેન હોવાના નાતે મને વિશેષ ઉપર ગૌરવ છે કે જેમણે એટલી રસપ્રદ ફિલ્મ બનાવી છે.
આલિયા ભટ્ટે ભવિષ્યમાં મર્ડર અને રાઝ જેવી હૉરર ફિલ્મો કરવા અંગે પોતાની ઇચ્છા જણાવી અને કહ્યું કે હૉરર ફિલ્મોમાં હંમેશા ભયભીત અને સમસમેલા રહેવું ખૂબ મુશ્કેલ છે. જો મર્ડર 4 કે રાઝ 4 બને, તો તેમાં જરૂર કામ કરીશ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
