પપ્પા મહેશ ભટ્ટે રણબીર કપૂરના વખાણ કર્યા તો આલિયા શરમાઈને બોલી...
એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં સમાચારોમાં ચમકી રહ્યા છે, બંને સમયાંતરે સાથે પણ જોવા મળે છે. તો એ પણ જાણી લો કે બંનેના પરિવાર પણ આ જોડીને પસંદ કરે છે.
એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલમાં સમાચારોમાં ચમકી રહ્યા છે, બંને સમયાંતરે સાથે પણ જોવા મળે છે. તો એ પણ જાણી લો કે બંનેના પરિવાર પણ આ જોડીને પસંદ કરે છે. એટલે આ બંનેને લઈ તેમના પરિવાર તરફથી પણ નિવેદનો આવતા રહે છે. તાજેતરમાં જ આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટે પુત્રી માટે રણબીર કપૂરને પરફેક્ટ ગણાવ્યા હતા. મહેશ ભટ્ટે કહ્યું હતું કે આલિયા માટે રણબીર પરફેક્ટ વ્યક્તિ છે.
આ ઉપરાંત અનિલ કપૂર પણ આ બંને સ્ટાર્સને સાથે વધુ સમય વીતાવવા સલાહ આપી છે, અનિલ કપૂરે એમ પણ કહ્યું હતું કે બંને સાથે સારા લાગે છે. હવે પિતા મહેશ ભટ્ટના આ ક્વોટને લઈ આલિયા ભટ્ટને સવાલ પૂછાઈ રહ્યા છે.

પપ્પાએ કહ્યું છે એ મારા માટે મહત્વનું છે
આલિયા ભટ્ટનું કહેવું છે કે, 'સાચું કહું તો મારે આ મુદ્દા પર વાત નથી કરવી, કારણ કે પપ્પાએ જે કહ્યું એ વિચારીને હું શરમાઈ રહી છું. હું બસ એટલું જ કહીશ કે જે પપ્પાએ કહ્યું છે એ મારા માટે મહત્વનું છે.'
રણબીર કપૂરના પિતા રિશી કપૂરની વાત કરીએ તો તેઓ પણ આ મામલે લીલી ઝંડી આપી ચૂક્યા છે, અને હાલ તેઓ પોતાની બીમારીનો ઈલાજ કરાવી રહ્યા છે.

મળી ચૂક્યા છે પરિવાર
આલિયા અને રણબીરને બંનેના પરિવાર પણ ખૂબ પસંદ કરે છે.

મહેશ ભટ્ટનું નિવેદન
મહેશ ભટ્ટે રણબીરને આલિયા માટે યોગ્ય ગણાવ્યા હતા.

રિશી કપૂરને પ્રિય
રિશી કપૂર પણ આલિયાને પસંદ કરે છે, હાલ તેઓ બીમાર છે અને સારવાર માટે વિદેશમાં છે.

બોન્ડિંગ છે ગજબ
આલિયા અને રણબીરનું બોન્ડિંગ પણ શાનદાર છે, બંને સાથે હંમેશા ખુશ દેખાય છે.

લગ્નની શક્યતા
બંનેના સંબંધો આ જ રીતે આગળ વધતા રહ્યા તો લગ્ન પણ ટૂંક સમયમાં જ થઈ શકે છે.

ધમાકેદાર ફિલ્મો
આલિયા અને રણબીર બંનેનું કરિયર પણ સારું ચાલી રહ્યું છે, બંને સારી ફિલ્મો આપી રહ્યા છે.

સુંદર કપલ
બોલીવુડના સૌથી સુંદર કપલ્સમાં એક રણબીર અને આલિયા પણ છે. બંને જોડે ખૂબ જ સુંદર લાગે છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
