Photos: આલિયા ભટ્ટે લગ્ન પછી રણબીર સાથે પહેલી દિવાળી પ્રેગ્નેન્સીમાં આ રીતે મનાવી
આલિયા ભટ્ટે લગ્ન પછી પહેલી દિવાળી પતિ રણબીર કપૂર અને સાસુ નીતૂ કપૂર સાથે મનાવી.
આલિયા ભટ્ટે લગ્ન પછી પહેલી દિવાળી પતિ રણબીર કપૂર અને સાસુ નીતૂ કપૂર સાથે મનાવી. જેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે. જો કે, ગયા વર્ષે પણ આલિયા ભટ્ટે રણબીર સાથે દિવાળી મનાવી હતી પરંતુ ત્યારે બંને લિવ રિલેશનશીપમાં હતા.

ગયા વર્ષની દિવાળી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ગયા વર્ષે દિવાળી પર આ તસવીર શેર કરી હતી જે સત્તાવાર રીતે તેમની પ્રથમ તહેવારની તસવીર હતી અને ચાહકો આ તસવીર જોઈને ખુશ થયા હતા.

પરિવાર સાથે દિવાળીની ઉજવણી
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે આ વર્ષે પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આલિયા ગર્ભવતી હોવાથી દિવાળીની પૂજા રણબીર કપૂરની માતા નીતુ કપૂરે કરી હતી.

બેડ પર મનાવી રહી હતી દિવાળી
આલિયા ભટ્ટે અગાઉ આ તસવીર શેર કરી હતી અને લખ્યુ હતુ કે મારી દિવાળી બેડ પર જ વિતાવવાની છે. તેની આ ક્યૂટ તસવીર જોઈને ફેન્સ પણ તેના પ્રેગ્નન્સી મૂડ પર હસી પડ્યા હતા.

પરિવાર સાથે દિવાળી
પરંતુ રાત સુધી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પરિવાર સાથે ખૂબ જ સુંદર રીતે દિવાળીના તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

ગયા વર્ષે આલિયાએ કરી હતી પૂજા
ગયા વર્ષે આલિયા ભટ્ટે રણબીર કપૂરના ઘર વાસ્તુમાં લક્ષ્મી પૂજા કરી હતી. રણબીર કપૂર પૂજા પાઠને ખૂબ જ ગંભીરતાથી લે છે. તેથી આલિયાએ પણ તમામ વિધિઓ સાથે આ પૂજા કરી હતી.












Click it and Unblock the Notifications
