સલમાન ખાન- કેટરીના કેફે ફાઈનલ કરી ટાઈગર-3, 2021 સુધીમાં બેક ટૂ બેક ધમાકો
સલમાન ખાન- કેટરીના કેફે ફાઈનલ કરી ટાઈગર-3, 2021 સુધીમાં બેક ટૂ બેક ધમાકો
કેટલાક દિવસો પહેલા સલમાન ખાને એક ઈન્ટર્વ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે ભારત બાદ કેટરીના કેફ સાથે તેની આગામી ફિલ્મ ટાઈગર સિક્વલ હશે. જો કે હવે નિર્દેશક અલી અબ્બાસ ઝફરે પણ આ કન્ફર્મ કરી દીધું છે. અલીએ જણાવ્યું કે ફિલ્મની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ફિલ્મના સ્ક્રિપ્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ સ્ટોરી આઈડિયા ફાઈનલ થઈ ચૂક્યો છે. અલીએ કહ્યું કે- 'ઈંશાલ્લાહ... હમ ભી સ્ક્રિપ્ટ લિખ રહે હૈ.' વધુમાં કહ્યું કે અમે ફિલ્મનો આઈડિયા લૉક કરી દીધો છે અને મારી સાથોસાથ સલમાન ખાન પણ આ ફિલ્મને લઈ ભારે ઉત્સુક છે. હું ફિલ્મ પર કામ કરીશ. મારી અને સલમાનની વચ્ચે સારું બૉન્ડિંગ છે. મને લાગે છે કે તેઓ સારી રીતે ફિલ્મની યૂએસપી સમજે છે.

ટાઈગર 3
જણાવી દઈએ કે સલમાન ખાન હાલ બેક ટૂ બેક ધમાકેદાર ફિલ્મની સાથે ફેન્સની સામે આવનાર છે. 2019 ઈદથી લઈ 2020 સુધી સલમાન ખાન સંપૂર્ણ રીતે મોટા પ્રોજેક્ટને લઈ વ્યસ્ત છે. અલી અબ્બાસ ઝફર, પ્રભુદેવા, સંજય લીલા ભણસાલીની ફિલ્મની સાથે સલમાન બૉક્સ ઑફિસ પર ધમાકો કરનાર છે. અહીં જાણો સલમાન ખાનની આગામી ફિલ્મો વિશે...

ભારત
અલી અબ્બાસ ઝફરના નિર્દેશનમાં સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત 2019 ઈદ પર રિલીઝ થશે. એટલે કે 2019ના રોજ રિલીઝ થઈ રહી છે. ભારતમાં સલમાનની અપોઝિટ કેટરીના કૈફ અને દિશા પટાની છે.

દબંગ-3
ભારત બાદ હવે સલમાન ખાન દબંગ 3નું શૂટિંગ શુરુ કરી ચૂક્યા છે. ફિલ્મ 2019ના અંત એટલે કે 2020ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે.

ઈંશાલ્લાહ
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ઈંશાલ્લાહમાં સલમાન ખાન ફાઈનલ છે. જ્યારે એક્ટ્રેસ તરીકે આલિયા ભટ્ટ જોવા મળશે. ફિલ્મ 2020માં ઈદ પર રિલીઝ થશે.

વેટેરન રીમેક
સલમાન ખાન કોરિયન ફિલ્મ વેટેરનની હિન્દી રીમેકમાં જોવા મળશે. આ એક એક્શન કૉમેડી ફિલ્મ હશે, જ્યાં સલમાન ખાન જાસૂસ બનેલા જોવા મળશે. જણાવી દઈએ કે, આ ફિલ્મના રાઈટ્સને અતુલ અગ્નિહોત્રીના પ્રોડક્શન હાઉસ રીલ લાઈફ પ્રોડક્શને ખરીદી લીધા છે.

કિક 2
સાઝિદ નાડિયાડવાલાની ફિલ્મ કિક 2 પહેલા 2019 ક્રિસમસ પર રિલીઝ થનાર હતી. પરંતુ ફિલ્મ પોસ્ટપોન થઈ ચૂકી છે. હાલ ફઇલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

સૂરજ બડજાત્યાની ફિલ્મ
સલમાન ખાન અને સૂરજ બડજાત્યાની જોડીએ બૉલીવુડને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી છે. રિપોર્ટ્સનું માનીએ તો આ જોડી ફરી એકવાર સાથે આવનાર છે. જી હાં, સૂરજ બડજાત્યાના આગામી ફેમિલી ડ્રામામાં સલમાન ખાન હશે. આ ફિલ્મ ઈમોશનલ મ્યૂઝિકલ ફેમિલી ડ્રામા હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
