અક્ષય કુમારની 'હેરા ફેરી-3'- જલદી જ શરૂ થશે શૂટિંગ, 2020માં ધમાકો ફાઈનલ
અક્ષય કુમારની 'હેરા ફેરી-3'- જલદી જ શરૂ થશે શૂટિંગ
અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સ્ટારર ફ્રેન્ચાઈઝી હેરા ફેરીની ત્રીજી ફિલ્મ લાંબા સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન માનવામાં આવી રહ્યું હતું કે ફિલ્મમાં અક્ષય કમાર નહિ હોય, બલકે આખા નવા કાસ્ટ સાથે ફિલ્મ બનશે. પરંતુ જણાવી દઈએ કે હેરા ફેરી-3ના કાસ્ટિંગમાં કોઈ બદલાવ નહિ હોય. રિપોર્ટ્સ મુજબ ફિલ્મ 2019ના અંત સુધીમાં ફ્લોર પર આવી જશે. ફિલ્મના નિર્માતા છે ફિરોઝ નાડિયાડવાલા... જ્યારે નિર્દેશન કરશે ઈન્દ્ર કુમાર, જેની હાલની રિલીઝ ફિલ્મ ટોટલ ધમાલ બૉક્સ ઑફિસ પર 100 કરોડની નજીક પહોંચી ચૂકી છે.

જલદી શરૂ થશે શૂટિંગ
યાદ અપાવી દઈએ કે વચ્ચે ફિલ્મથી અભિષેક બચ્ચન અને જોહ્ન અબ્રાહમનું નામ પણ જોડવામાં આવી રહ્યું હતું. પરંતુ શેડ્યૂલમાં મોડું થવાના કારણે ફિલ્મથી તેમણે દૂરી બનાવી લીધી હતી. જેથી હવે જૂના કાસ્ટિંગને ફાઈનલ કરવામાં આવ્યા છે. સ્પષ્ટ છે કે આ જાણીને ફેન્સ બહુ ખુશ થશે... કેમ કે અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ત્રિમૂર્તિ આ ફ્રેન્ચાઈઝીનો જીવ છે.

તૈયારી શરૂ
ફિલ્મના પ્રી-પ્રોડક્શન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જલદી જ રિલીઝ ડેટની સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવશે. સાથે જ ફિલ્મની એક્ટ્રેસનું નામ પણ સામે આવશે.

થીમ બદલાઈ ગઈ
વચમાં જ ફિલ્મથી પરેશ રાવલ, સુનીલ શેટ્ટીની સાથે અભિષેક બચ્ચન અને જોહ્ન અબ્રાહમનું નામ જોડવામાં આવી રહ્યું હતું. ફિલ્મનું ઑફિસિયલ અનાઉસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું.

ફિલ્મનું નિર્દેશન
બાગી 2 બાદ નિર્દેશક અહમદ ખાનનો હેરા ફેરી 3નું નિર્દેશન કરવા માટે સંપર્ક કરવામા આવ્યો હતો. પરંતુ વાત ન બની... અને આ જવાબદારી ઈન્દ્ર કુમારના હાથમાં ગઈ.

સ્પેશિયલ ઈફેક્ટ્સનો કમાલ
ઈન્દ્ર કુમારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ટોટલ ધમાલની સફળતા બાદ તેઓ હેરા ફેરી 3માં પણ વીએફએક્સનો ભારે ઉપયોગ કરશે. તેમણે કહ્યું કે હવે તેઓ આનાથી ટેવાઈ ગયા છે અને સ્પેશિયલ ઈફેક્ટ્સ તેમની આગામી ફિલ્મનું મુખ્ય આકર્ષણ હશે.

બિગ બજેટ ફિલ્મ
ફિરોઝ નાડિયાડવાલાના બેનર હેઠળ બની આ ફિલ્મ મોટા સ્તર પર શૂટ થનાર છે. આ ફ્રેન્ચાઈઝીની સૌથી મોટી ફિલ્મ હશે.

હેરા ફેરી 3
ઈન્દ્ર કુમારે કહ્યું કે ટોટલ ધમાલને કારણે તેઓ આ પ્રોજેક્ટને વધઉ સમય નહોતા આપી શકતા, પરંતુ હવે તેઓ પૂરી રીતે હેરા ફેરી 3ના પ્રોજેક્ટ પાછળ લાગી જશે. મને અપેક્ષા છે કે દર્શકોને હેરા ફેરી 3 ભારે પસંદ આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
