Box Office: સિંહ ઇઝ બ્લિંગે 5 દિવસમાં 5 રેકોર્ડ બનાવ્યા
પ્રભુદેવાના નિર્દેશનમાં બનેલી કોમેડી એક્શન ફિલ્મ સિંગ ઇઝ બ્લિંગ ભલે ક્રિટિકોને એટલી પસંદ ના આવી હોય પણ દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. અને આજ કારણ છે કે આ ફિલ્મના રિલિઝ થયાના પાંચ દિવસમાં જ આ ફિલ્મે 5 નવા રેકોર્ડ બનાવ્યા છે.
સુપર સ્ટાર અક્ષય કુમારની કોમેડી અને એક્શન જ્યાં લોકોનું મનોરંજન કરી રહી છે. ત્યાં જ એમી જેક્શનની સુંદરતા લોકોને તેના કાયલ કરી રહી છે. જેના લીધે ખાલી ત્રણ દિવસોમાં આ ફિલ્મે 54.44 કરોડનું ધમાકેદાર કલેક્શન આપ્યું છે.
ત્યારે આ વર્ષે અક્ષય કુમારની આ ચોથી ફિલ્મ છે. જેનાથી લોકોને ભારે આશા હતી. વળી જલ્દી જ આ ફિલ્મ 100 કરોડની કલબમાં પણ આવી જાય તો નવાઇ નહીં. ત્યારે આ ફિલ્મે પાંચ દિવસમાં કયા પાંચ રેકોર્ડો બનાવ્યા છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

બેસ્ટ ઓપનર ફિલ્મ
વર્ષ 2015માં અક્ષય કુમારની ચાર ફિલ્મો રિલિઝ થઇ. બેબી, ગબ્બર ઇઝ બેક, બ્રધર્સ અને સિંગ ઇઝ બ્લિંગ. ત્યારે આ ચારે ફિલ્મોમાંથી સિંગ ઇઝ બ્લિંગે સૌથી વધુ કમાણી કરી છે.

અક્ષય કુમાર અને 20.6 કરોડ
ખાલી આ વર્ષ જ નહીં સિંગ ઇઝ બ્લિંગ અક્ષય કુમારની અત્યાર સુધીના તેના કેરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ છે. આ પહેલા બ્રધર્સે (15.25 કરોડ) અને રાઉડી રાઠોડ (15.10) આ લિસ્ટમાં ટોપ પર હતી.

પ્રભુદેવાની સૌથી મોટી હિટ
તો ઓપનિંગ ડે મુજબ આ ફિલ્મ પ્રભુદેવાની પણ સૌથી મોટી હિટ ફિલ્મ સાબિત થઇ છે. આ ફિલ્મે ઓપનિંગ ડે પર 20.6 કરોડનો બિઝનેસ કર્યો છે.

2015 બીજી મોટી ઓપનર
સાથે જ આ ફિલ્મ બજરંગી ભાઇજાન બાદની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ છે.

ઓપનિંગ વીકેન્ડ
ખાલી ઓપનિંગ ડે જ નહીં આ ફિલ્મે ઓપનીંગ વીકેન્ડમાં પણ સારી કમાણી કરી છે. અને તેણે બજરંગી ભાઇજાનના પણ રેકોર્ડ તોડી દીધા છે અને વીકએન્ડ પર કમાણી કરનાર ટોપની ફિલ્મ બની ગઇ છે.

સૌથી મોટી હિટ
ફસ્ટ વિકેન્ડ પ્રમાણે અક્ષય કુમારના કેરિયર માટે આ ફિલ્મ સૌથી મોટી હિટ ફિલ્મ છે. નોંધનીય છે કે બ્રધર્સે ફર્સ્ટ વીકએન્ડમાં 52.8 કરોડનું કલેક્શન કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
