અક્ષય કુમારની ફિલ્મના થયા ખરાબ હાલ, ઘણા શો થયા કેન્સલ
બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં તેની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, મંગળ
બોલિવૂડ ખેલાડી અક્ષય કુમાર આ દિવસોમાં તેની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 3 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી નથી. બોક્સ ઓફિસ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, મંગળવારે ફિલ્મે કુલ 4.35 કરોડની કમાણી કરી છે. જે અપેક્ષા કરતા ઘણું ઓછું છે. જેના કારણે હવે ફિલ્મના શો કેન્સલ કરવામાં આવી રહ્યા છે.

શો કરાયા કેંસલ
E-Times ના અહેવાલો અનુસાર 'સમ્રાટ પૃથ્વીરાજ'ના ઘણા શો કેન્સલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ રીલિઝ થયા બાદથી અત્યાર સુધી ફિલ્મે 50 કરોડથી ઓછી કમાણી કરી છે, જે અપેક્ષા કરતા ઘણી ઓછી છે. આશા નથી કે આ ફિલ્મ કંઇક અદ્ભુત બતાવી શકશે. અગાઉ અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે પણ ફ્લોપ રહી હતી.

'વિક્રમ' સામે નિષ્ફળ રહી 'સમ્રાટ પૃથ્વીરાજ'
સમ્રાટ પૃથ્વીરાજની સાથે કમલ હસનની વિક્રમ પણ રિલીઝ થઈ હતી. પરંતુ, સાઉથના દિગ્ગજ હીરો કમલ હાસનનું ભલે ગમે તે કહેવું હોય, તેની ફિલ્મ વિક્રમે અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને પાછળ છોડી દીધી છે અને બોક્સ ઓફિસ પર દરરોજ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ફિલ્મમાં કમલ હાસનની એક્ટિંગ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

અક્ષય કુમારની આશા પર પાણી ફર્યુ
વર્ષ 2022 અક્ષય કુમાર માટે કંઈ ખાસ રહ્યું નથી. અગાઉ તેની ફિલ્મ બચ્ચન પાંડેએ ચાહકોની અપેક્ષાઓ પર ખરી ઉતરી હતી, જ્યારે હવે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ એ જ દિશામાં છે. અક્ષય કુમાર આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો. પરંતુ, ફિલ્મની કોઈ ખાસ કમાણી ન થવાના કારણે હવે ફિલ્મના શો કેન્સલ કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય માનુષી છિલ્લર, સોનુ સૂદ, સંજય દત્ત લીડ રોલમાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
