હોશ ઉડાવી દેશે અક્ષય કુમારની ફિલ્મ 2.0, એકદમ જોરદાર
હાલમાં બોલિવૂડની ઘણી ફિલ્મો ચર્ચામાં છે. આ ફિલ્મોમાં અક્ષય કુમારની ફિલ્મ 2.0 પણ ખુબ ચર્ચામાં છે.
હાલમાં બોલિવૂડની ઘણી ફિલ્મો ચર્ચામાં છે. આ ફિલ્મોમાં અક્ષય કુમારની ફિલ્મ 2.0 પણ ખુબ ચર્ચામાં છે. આ ફિલ્મ 8 દિવસમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન ફિલ્મ જોરદાર ચર્ચામાં પણ છે. આ ફિલ્મે રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગ ઘ્વારા જબરજસ્ત રેકોર્ડ બનાવ્યો છે. લોકો પહેલીવાર સુપરપાવર ધરાવતા અક્ષય કુમારને વિલન તરીકે જોવા માટે આતુર છે.
ટ્રેલર અને ફિલ્મની કહાનીને લઈને ચાલી રહેલી ખબરો અનુસાર આ ફિલ્મની કહાની ત્યાંથી શરુ થાય છે, જ્યાં ચિટ્ટી રોબોટને ડિસ્ટ્રોય કરીને મ્યુઝિયમમાં મૂકી દીધો હતો. કેટલાક વર્ષ પછી લોકોને એક એવી તાકાતનો સામનો કરવો પડે છે, જે દુનિયા નષ્ટ કરવા તત્પર છે. આ તાકાતને લોકો ક્રોમેન નામ આપે છે. આ ક્રોમેનને ખબર છે કે દુનિયાભરના લોકો મોબાઈલના ગુલામ બની ચુક્યા છે. ક્રોમેન લોકોના મોબાઈલ ખુચવીને પોતાની તાકાત વધારે છે. તેને કંટ્રોલ કરવું કોઈના પણ માટે સરળ નથી.
આ પણ વાંચો: આ એક સીન શૂટ કરવામાં થયો 50 કરોડનો ખર્ચ, 1 લાખ મોબાઈલ મંગાવવામાં આવ્યા હતા
આખરે ચીટ્ટીને ફરીથી બહાર કાઢવામાં આવે છે. તેને ક્રોમેનને ખતમ કરવા માટે તૈયાર કરવામાં આવે છે. ફિલ્મમાં ચિટ્ટી અને ક્રોમેન વચ્ચે જોરદાર ફાઇટ સીન જોવા મળશે. આગળ જાણો આ ફિલ્મ વિશે કેટલાક રસપ્રદ તથ્યો....

550 કરોડની ફિલ્મ
550 કરોડના ભારે બજેટવાળી ફિલ્મથી લોકોને ઘણી આશા છે. ક્યાંક એવું પણ માનવામાં આવે છે કે ફિલ્મ બાહુબલી કરતા પણ વધારે ધમાકેદાર હશે. ફિલ્મનું એક્શન ચોક્કસ ધમાકેદાર હશે.

બાહુબલી કરતા પણ મોટી ફિલ્મ
ચીનમાં પણ ફિલ્મને મોટા પાયે રિલીઝ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ તામિલનાડુ માં પણ સ્ક્રીન વધારવાની તૈયારી ચાલી રહી છે. ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે. જેના કારણે ડિસ્ટ્રીબ્યુટરોને આશા છે કે ફિલ્મ બાહુબલી 2 કરતા પણ વધારે કમાણી કરશે.

એકલી રિલીઝ
કોઈ પણ આ ફિલ્મ સામે ટક્કર લેવા નથી માંગતું. ત્યાં જ આટલું વખત પાછળ ઠેલાય પછી ફિલ્મ પણ વધારે સ્ક્રીન ઈચ્છે છે. ચોક્કસ ફિલ્મ સોલો રિલીઝ જ થશે.

અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ
આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર અક્ષય કુમારની સૌથી મોટી ફિલ્મ સાબિત થશે તે વાતમાં બીજો કોઈ મત નથી.

દમદાર કાસ્ટ
ફિલ્મમાં રજનીકાંત અને અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર છે. આ વાતમાં કોઈ જ શંકા નથી કે આ જોડી ખુબ જ સમજી વિચારીને લેવામાં આવી છે. સાઉથમાં રજનીકાંત ને કારણે ફિલ્મ ચાલશે અને નોર્થમાં અક્ષય કુમારને કારણે ફિલ્મ ચાલશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
