સાજિદ-ફરહાદે દિગ્દર્શનમાં ઝંપલાવ્યું, અક્ષય હીરો
મુંબઈ, 17 જૂન : પેનિંગ ડાયલૉગ્સ બાદ હવે લેખક જોડી સાજિદ-ફરહાદ કૅમેરા પાછળ જવા તૈયાર છે. તેઓ પોતાના દિગ્દર્શન હેઠળ પ્રથમ ફિલ્મ ઇટ્સ એંટરટેનમેંટ લઈને આવી રહ્યાં છે. સાજિદ-ફરહાદ આ માટેનો શ્રેય અક્ષય કુમારને આપી રહ્યાં છે કે જેમણે બંનેને દિગ્દર્શન માટે પ્રોત્સાહિત કર્યાં અને પોતે તેનો ભાગ પણ બન્યાં.

સાજિદે જણાવ્યું - હું કહેવા માંગીશ કે અક્ષય અમારા ગૉડ ફાધર છે. તેઓ એવી શખ્સિયત છે કે જેમણે અમને દિગ્દર્શન માટે પ્રોત્સાહિત કર્યાં. અમે આ વાતથી ખુશ છીએ કે પ્રથમ ફિલ્મમાં અમે અક્ષય કુમારને દિગ્દર્શિત કરીશું. તેનું શૂટિંગ જુલાઈમાં શરૂ થશે અને સપ્ટેમ્બરના અંત સુધી ફિલ્મનું શૂટિંગ બૅંકૉકમાં થશે. આ બે માસ દરમિયાન ફિલ્મ મોટાભાગે શૂટ થશે.
ગોલમાલ શ્રેણીની ફિલ્મ અને બોલ બચ્ચનના સંવાદ લખનાર આ જોડીએ ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મમાં તમન્ના ભાટિયાને મુખ્ય નાયિકા તરીકે લીધાં છે. તમન્ના ભાટિયા છેલ્લે અજય દેવગણ સાથેની હિમ્મતવાલા ફિલ્મમાં દેખાયા હતાં. તે તેમની પ્રથમ બૉલીવુડ ફિલ્મ હતી.
ઇટ્સ એંટરટેનમેંટ ફિલ્મના ટાઇટલ અંગે ફરહાદે જણાવ્યું - આ એક પૂર્ણત્વે મનોરંજક ફિલ્મ હશે. આ એક વ્યાવસાયિક ફિલ્મ છે. અમને આશા છે કે દર્શકો અમે બંનેને દિગ્દર્શકો તરીકે સ્વીકારશે. ફિલ્મના અન્ય કલાકારોમાં પ્રકાશ રાજૂ, સોનૂ સૂદ તથા મિથુન ચક્રવર્તીનો પણ સમાવેશ થાય છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
