અક્ષય કુમારનો 2000 કરોડ ક્લબમાં સમાવેશ
મુંબઈ, 19 ફેબ્રુઆરી : ટ્વિટર ઉપર ચારેકોર અક્ષય કુમારનો જય યો થઈ રહ્યો છે. ખબર છે કે અક્ષય કુમારનો પોતાની ફિલ્મોની સતત સફળતાના પગલે 100 કરોડ કે 200 કરોડ નહીં, પણ સીધાં જ 2000 કરોડ ક્લબમાં સમાવેશ થઈ ગયો છે. અક્ષય કુમારના ફૅન્સે #akshay2000croreનો ટૅગ બનાવ્યો છે અન આ ટૅગ ગત શનિવારથી ટ્વિટર પર ટ્રેડિંગ છે. ટ્વિટર પર અક્ષય કુમારે પોતાના તમામ ફૅન્સને થૅંક્સ કહ્યું છે અને સાથે જ જણાવ્યું છે કે આ ટૅગ ટ્રેડિંગ થઈ શક્યું તો માત્ર અને માત્ર ફૅન્સ જ કારણે.

અક્ષય કુમાર જ નહીં, પણ અનુપમ ખેરે પણ અક્ષય કુમારના ફૅન્સ દ્વારા બનાવાયેલ આ ટૅગની સફળતા માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે. નોંધનીય છે કે અક્ષય કુમારના એક ફૅને અક્ષય કુમારની અત્યાર સુધીની તમામ ફિલ્મોની કમાણીને જોડી હિસાબ લગાવ્યો છે અને જણાવ્યું છે કે અક્ષય કુમારે પોતાની ફિલ્મો દ્વારા અત્યાર સુધી કુલ્લે 2000 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે.
ગત વર્ષે જ અક્ષય કુમારની રાઉડી રાઠોડ અને ઓહ માય ગૉડ ફિલ્મોએ બહુ સારો બિઝનેસ કર્યો તથા તે પછી રિલીઝ થયેલી સ્પેશિયલ 26 ફિલ્મ સતત બે સપ્તાહથી સારો બિઝનેસ કરી રહી છે. તમામ ફિલ્મોની કમાણીનો સરવાળો 2000 કરોડના આંકને આંબી જાય છે. અક્ષય કુમારે પોતાના ફૅન્સ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું - સાચે જ હું આપ તમામ અક્કિયન્સને પોતાના જીવનમાં પામી ખુશ છું. મારા ફૅન ક્લબના સૌ સભ્યોનો વગર સ્વાર્ઘે મારું આટલું સપોર્ટ કરવા બદલ આભાર. #akshay2000crore ટૅગ સફળ થઈ શક્યો માત્ર આપના કારણે. અનુપમ ખેરે ટ્વિટ કર્યું છે - મારા તરફથી પણ સૌ અક્કિયંસ અને અક્ષય કુમારના ફૅન ક્લબના તમામ સભ્યોનો ખૂબ-ખૂબ આભાર. આપ તમામ સ્પેશિયલ 26ની સફળતાનું પીઠબળ છો. જય હો સૌને.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
