Akshay Kumar Controversy : હવે આ જાહેરાતને કારણે વિવાદમાં સપડાયો અક્ષય કુમાર
Akshay Kumar Controversy : થોડા દિવસો પહેલા અક્ષય કુમારે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ભારતના નકશા પર ચાલતો જોવા મળ્યો હતો. હવે આ ભૂલના કારણે તે મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે.
Akshay Kumar Controversy : બોલીવુડના ખિલાડી તરીકે જાણીતા અક્ષય કુમાર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સેલ્ફી ને કારણે સતત હેડલાઇન્સમાં રહે છે. આ ફિલ્મમાં તે પહેલી વાર ઇમરાન હાસ્મી સાથે સ્ક્રિન શેર કરતો જોવા મળશે. એક્ટર સતત ફિલ્મ સેલ્ફીનો પ્રચાર કરી રહ્યો છે. આ વચ્ચે તેણે એક એવી ભૂલ કરી છે, જેના કારણે તેની સામે ફરિયાદ દાખલ થઇ છે.

અક્ષય કુમાર વિરુદ્ધ ફરિયાદ દાખલ
ઉલ્લેખનીય છે કે, અક્ષય કુમારે તાજેતરમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે એક ઈન્ટરનેશનલ એરલાઈન્સની જાહેરાત કરતી જોવા મળીહતી. આ દરમિયાન તે આખી દુનિયામાં ફરતો જોવા મળ્યો હતો. તેના પગ ભારતના નકશા પર પડતા જ સોશિયલ મીડિયા પર હંગામોમચી ગયો હતો.

અભિનેતાની મુશ્કેલીઓ ટૂંક સમયમાં વધી શકે છે
ચાહકોએ તેના પર ભારતના નકશાનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ કારણોસર અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાંઆવી છે.
એડવોકેટ વીરેન્દ્ર પંજાબીએ આ મામલે જિલ્લાના એસપી સાથે ગૃહ મંત્રાલયને ફરિયાદ કરી હતી. આવી સ્થિતિમાં અભિનેતાનીમુશ્કેલીઓ ટૂંક સમયમાં વધી શકે છે.
|
ભારતના નકશા પર પગ મૂકવા બદલ થયો ટ્રોલ
વીડિયોની વાત કરીએ તો આ વીડિયો અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અભિનેતાએ કેપ્શન પર લખ્યુંહતું કે, એન્ટરટેઈનર્સ ઉત્તર અમેરિકામાં 100 ટકા શુદ્ધ સ્વદેશી મનોરંજન લાવવા માટે તૈયાર છે. તમારા સીટ બેલ્ટ બાંધો, અમે માર્ચમાંઆવી રહ્યા છીએ!
આ વીડિયોમાં અક્ષય કુમાર ઉપરાંત દિશા પટણી, નોરા ફતેહી, મૌની રોય અને સોનમ બાજવા પણ જોવા મળી હતી. આ વીડિયોને કારણેમાત્ર અક્ષય કુમાર જ ખરાબ રીતે ટ્રોલ થયો હતો.












Click it and Unblock the Notifications
