ડ્રગ્ઝ કેસમાં પકડાયેલા એજાઝ ખાનને થયો કોરોના, NCBના અધિકારીઓ પર મંડરાયુ સંક્રમણનુ જોખમ
બૉલિવુડ ડ્રગ્ઝ કેસમાં પકડાયેલ અભિનેતા એજાઝ ખાન કોરોના સંક્રમિત જોવા મળ્યો છે.
મુંબઈઃ બૉલિવુડ ડ્રગ્ઝ કેસમાં પકડાયેલ અભિનેતા એજાઝ ખાન કોરોના સંક્રમિત જોવા મળ્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી)એ આ અંગેની સૂચના સોમવારે(5 એપ્રિલ) આપી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ હાલમાં જ અભિનેતા એજાઝ ખાનને મુંબઈમાં ડ્રગ્ઝ કેસમાં પકડ્યો હતો. કોરોના પૉઝિટીવ મળ્યા બાદ એજાઝ ખાનને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. એજાઝ ખાન કોરોના સંક્રમિત મળ્યા બાદ તપાસમાં શામેલ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ પર સંક્રમણનુ જોખમ મંડરાઈ રહ્યુ છે. રિપોર્ટ મુજબ આ તપાસમાં શામેલ એનસીબીના અધિકારીઓએ પણ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.

મીડિયા રિપોર્ટ મુજબ ડ્રગ્ઝ મામલે પકડાયેલ એજાઝ ખાનની કસ્ટડી આજે સોમવારે ખતમ થઈ રહી હતી અને કોર્ટમાં આજે તેને હાજર કરવાનો હતો. આ દરમિયાન તેનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. કોર્ટમાં એજાઝ ખાનને હવે કોઈ બીજા દિવસે હાજર કરવામાં આવશે. કોર્ટમાં હાજરી પહેલા મેડિકલ તપાસમાં લઈ જતી વખતે મીડિયા સાથે વાતચતી કરતા એજાઝ ખાને દાવો કર્યો કે તેના ઘરમાં માત્ર ચાર ઉંઘની ગોળીઓ મળી હતી. તેણે દાવો કર્યો કે તેની પત્નીનો ગર્ભપાત થઈ ગયો હતો અને માટે તે ડિપ્રેશનમાંથી બહાર નીકળવા માટે આ ઉંઘની ગોળીઓનુ સેવન કરી રહી હતી.
તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર નથી થયુ જ્યારે એજાઝ ખાનની ડ્રગ્ઝ કેસમાં ધરપકડ કરવામાં આવી હોય. આ પહેલા પણ વર્ષ 2018માં નવી મુંબઈ પોલિસે ડ્રગ્ઝ કેસમાં એજાઝ ખાનની ધરપકડ કરી હતી. એ વખતે એજાઝ ખાન પાસેથી લગભગ એક લાખ રૂપિયા અને એમડી ડ્રગ્ઝ જપ્ત કરવામાં આવી હતી. અભિનેતા એજાઝ ખાન 'બિગ બૉસ 7'માં કન્ટેસ્ટન્ટ રહી ચૂક્યો છે.
Actor Ajaz Khan, who was arrested by Narcotics Contro Bureau (NCB) in a drug case, has tested positive for COVID-19. He is being shifted to a hospital. The officer involved in this probe will also undergo COVID test: NCB
— ANI (@ANI) April 5, 2021
(file photo) pic.twitter.com/a5nDB7xpGH
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
