અજય દેવગણની 'શૈતાન' બની 2010 પછીની સૌથી હૉરર ફિલ્મ, કલેક્શન 100 કરોડને પાર
Shaitan Box Office Collection: અજય દેવગનની લેટેસ્ટ હોરર ફિલ્મ 'શૈતાન' હાલમાં ખૂબ ચર્ચામાં છે. જ્યારે આ ફિલ્મનું ટ્રેલર OTT પર રીલિઝ થયું ત્યારે લોકોએ તેને ખૂબ જ પસંદ કર્યું અને ત્યારથી આ ફિલ્મ માટે લોકોની ઉત્તેજના ઘણી વધી ગઈ હતી. હવે આ ફિલ્મ થિયેટરમાં ધૂમ મચાવી રહી છે.
ફિલ્મ 'શૈતાન' સૌથી વધુ નફો કરતી હોરર ફિલ્મ બની છે. વિકાસ બહેલના નિર્દેશનમાં બનેલી 'શૈતાન'નું બજેટ 60 કરોડ રૂપિયા છે. ચાર દિવસમાં જ ફિલ્મ તેના બજેટને વટાવી ગઈ હતી. પ્રથમ દિવસે 14.75 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મ 'શૈતાન'એ પહેલા ત્રણ દિવસમાં જંગી કમાણી કરી હતી.

શૈતાન ફિલ્મે તેની રિલીઝના માત્ર પાંચ દિવસમાં જ વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. અજય દેવગન અને આર માધવન સ્ટારર આ ફિલ્મે બુધવાર સુધીમાં 100.25 કરોડ રૂપિયા સુધીની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે 2010 પછી એવી કોઈ હોરર ફિલ્મ નથી બની જે લોકોને પસંદ આવી હોય અથવા ટોપ કલેક્શન હોય. આ ફિલ્મ શરૂઆતના દિવસોથી જ જોરદાર કમાણી કરી રહી છે.
શૈતાન ફિલ્મમાં અજય દેવગન હીરોના રોલમાં જોવા મળે છે અને આર. માધવન શેતાન એટલે કે વિલનના રોલમાં જોવા મળે છે. ચાહકોને માધવનનો આ અવતાર અને અભિનય ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જો આ ફિલ્મ તેના બીજા વીકેન્ડમાં દેશના 100 કરોડ ક્લબમાં સામેલ થઈ જશે તો 'શૈતાન' વર્ષ 2024માં બૉલિવુડની પહેલી સુપરહિટ ફિલ્મ બની જશે. ચાહકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે કારણ કે આ ફિલ્મની વાર્તા અન્ય હોરર ફિલ્મો કરતા અલગ છે અને ચાહકો આ ફિલ્મના બીજા ભાગની અપેક્ષા રાખી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
