ચાણક્ય ફિલ્મને લઈ અજય દેવગનનો ખુલાસો, કહ્યું- ખરેખર મુંડન કરાવીશ
ચાણક્ય ફિલ્મને લઈ અજય દેવગનનો ખુલાસો, કહ્યું- ખરેખર મુંડન કરાવીશ
વર્ષ 2020 શરૂ થતાની સાથે જ સિનેમાઘરમાં જાન્યુઆરીના બીજા અઠવાડિયે રિલીઝ ફિલ્મ તાનાજી ધી અનસંગ વૉરિયર થઈ રહી છે. અજય દેવગન હાલ આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં અજય દેવગને છત્રપતિ શિવાજી મહારાજના વીર સેનાપતિ અને મરાઠા સરદાર તાનાજી માલુસરેનો રોલ નિભાવ્યો છે. અજય દેવગનની આ 100મી ફિલ્મ છે. જે બાદ આગામી સમયમાં અજય દેવગન પાસે કેટલીય દિલચસ્પ ફિલ્મો છે, આ યાદીમાં એક ચર્ચિત નામ ચાણક્ય પણ સામેલ છે.

અજય દેવગનનો ખુલાસો
ચાણક્યને લઈ લાંબા સમયથી આ વાત કહેવામાં આવી રહી હતી કે અજય પોતાની આ ફિલ્મને લઈ કોઈ ઉતાવળ કરવા માંગતો નથી. તે એક પ્લાનિંગ અંતર્ગત આ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. જેનો ઉલ્લેખ દૈનિક ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન તેમણે કર્યો હતો.

સ્ક્રિપ્ટનું કામ ફાઈનલ સ્ટેજ પર
જણાવી દઈએ કે અજય દેવગનની ફિલ્મ ચાણક્યની ઘોષણા ઘણા સમય પહેલા જ થઈ ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્ક્રિપ્ટનું કામ ફાઈનલ સ્ટેજ પર પહોંચીગયું છે. હવે અજય દેવગનના લુક ડિઝાઈનને લઈ કામ ચાલી રહ્યું છે જેના પર અજય દેવગને વાત કરી છે.

સંપૂર્ણ રીતે ચાણક્યનો ગેટઅપ
પોતાના કેરેક્ટરના લુકને લઈ અજય દેવગને કહ્યું કે આ ફિલ્મને શરૂ થવામાં હજુ સમય છે. સંપૂર્ણપણે મારો ચાણક્યનો ગેટઅપ હશે. ફિલ્મ શરૂ થવા પર હું જોઈશ કે પ્રૉસ્થેટિક મેકઅપ હશે કે પછી અસલીમાં માથું મુંડન કરાવું.

ચાણક્ય જેવા જ લુકમાં દેખાઈશ
અજય દેવગણે કહ્યું કે એટલું તો નક્કી જ છે કે જે લુકમાં ચાણક્ય હતા, તેવા લુકમાં જ હું ફિલ્મમાં દેખાઈશ. આમાં કોઈ શક નથી કે તેમના લુકટી હટકર કોઈ લુક રાખવામાં આવશે.

જોઈ કે સાંભળી ના હોય તેવી
નીરજ પાંડે ધૌની ફિલ્મ બનાવવાના સમયથી ચાણક્ય પર રિસર્ચ કરી રહ્યા છે. એક વેબસાઈટના અહેવાલ મુજબ ફિલ્મના કન્ટેન્ટ પર કામ થઈ ચૂક્યું છે. જ્યાં જોયેલી કે સાંભળેલી નાય હોય તેવી ઘટનાઓને નીરજ સામે લાવશે.

બે ભાગમાં બનશે ફિલ્મ
નીરજ પાંડે મુજબ એક ફિલ્મમાં ચાણક્યની સોચ અને જિંદગી દેખાડવી શક્ય નથી. આ ફિલ્મ બે પાર્ટમાં બનાવવામાં આવશે. જેનો ખુલાસો અજય દેવગન પહેલા જ કરી ચૂક્યા છે. અહેવાલ મુજબ પહેલા પાર્ટની કહાની મુજબ પૂરી તૈયારી થઈ ચૂકી છે.

દિલચસ્પ કહાની
જેટલી દિલચસ્પ કહાની હશે તેટલો જ દમદાર અજય દેવગણનું કેરેક્ટર હશે. અહેવાલો મુજબ અજય આ ફિલ્મ માટે સૌથી પહેલા પોતાના લુક પર કામ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
