ઐશ્વર્યા રાયે આ વ્યક્તિ માટે છોડ્યુ જલસા? જીવનમાં ઘોળ્યુ ઝેર, બચ્ચન પરિવારથી કરી અલગ!
Aishwarya Rai and Bachchan Family: પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય આ દિવસોમાં પતિ અભિષેક બચ્ચન સાથેના બગડતા સંબંધોને કારણે ચર્ચામાં છે. ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવના સમાચાર હાલમાં સર્વત્ર ફેલાઈ રહ્યા છે.
તાજેતરમાં, બચ્ચન પરિવાર અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય પણ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ હાજરી આપી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચેનો સંબંધ હવે ખતમ થઈ ગયો છે.

જોકે, લોકો એ જાણવા માગે છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર વચ્ચે શું અંતર આવ્યું છે. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્ન પછી પરિવારના ઘણા લોકોને અભિનેત્રી સાથે સમસ્યા થવા લાગી હતી. કહેવાય છે કે સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન સાથે ઐશ્વર્યા રાયના સંબંધો ક્યારેય સારા રહ્યા નથી.
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમની પુત્રી શ્વેતા બચ્ચનને ખૂબ જ સપોર્ટ કરે છે. બિગ બીએ તેમની એક પોસ્ટમાં સ્પષ્ટ કહ્યું હતું કે તેમની સંપત્તિ તેમના બે બાળકો અભિષેક અને શ્વેતા વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્વેતા તેના પતિ નિખિલ નંદા સાથે રહેતી નથી. તેણે તેના પતિ સાથે છૂટાછેડા લીધા નથી પરંતુ તે વર્ષોથી તેના પિતા અમિતાભ બચ્ચનના બંગલા જલસામાં રહે છે.
ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઐશ્વર્યા રાયને જલસામાં નણંદ શ્વેતા નંદાની હાજરી પસંદ નથી. આ કારણે શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે ઘણી દલીલો થઈ છે. ગયા વર્ષે અમિતાભ બચ્ચને તેમનો બંગલો પ્રતિક્ષા તેમની પુત્રી શ્વેતાને પણ ટ્રાન્સફર કરી દીધો હતો, જે ઐશ્વર્યા રાયને ના ગમ્યુ. કહેવામાં આવી રહ્યું છે કે પુત્રવધૂ ઐશ્વર્યા બિગ બીના આ નિર્ણયથી ઘણી નારાજ હતી.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન અભિષેક સિવાય પરિવારના કોઈ સભ્ય સાથે વાત નથી કરતી. આટલું જ નહીં ઐશ્વર્યા રાય જલસા છોડીને દીકરી આરાધ્યા સાથે પેરેન્ટ્સના ઘરે રહે છે.
આવી સ્થિતિમાં ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવાર વચ્ચે અણબનાવનું કારણ તેની નણંદ શ્વેતા નંદાને માનવામાં આવી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો શ્વેતાના કારણે જ ઐશ્વર્યાએ તેના સાસરિયાઓ એટલે કે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સાથે વાત કરવાનું બંધ કરી દીધું છે. અંબાણીના લગ્નમાં પણ ઐશ્વર્યાએ તેના સાસરિયાઓ સાથે વાત કરી ન હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
