આરાધ્યા બચ્ચન મુંબઈની ટૉપ સ્કૂલમાં આ ક્લાસમાં ભણે છે, ફી જાણીને ઉડી જશે હોશ
Aaradhya Bachchan School Fee: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બૉલિવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન તેના લુક્સ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે ભલે ફિલ્મોમાં ઓછી જોવા મળે પરંતુ તેની ગ્લેમરસ સ્ટાઈલ લાઈમલાઈટમાં રહે છે. જો કે, તે તેના વધતા વજનને કારણે ટ્રોલ પણ થાય છે.
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન પણ છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ચર્ચાનો વિષય છે. આરાધ્યા બચ્ચનનું તેની માતા ઐશ્વર્યા રાયની જેમ વર્તન કરવુ લોકોને ગમે છે. આરાધ્યા તેના અનોખા હેરકટને કારણે સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય રહે છે.

તાજેતરમાં આરાધ્યા બચ્ચન તેની ઊંચાઈને કારણે પણ લાઈમલાઈટમાં આવી હતી. આરાધ્યાની ઊંચાઈ જોઈને લોકોએ કહ્યું કે તે પૂરેપરી બચ્ચન પરિવાર પર ગઈ છે.
તમને જણાવી દઈએ કે આરાધ્યા લોકપ્રિય સ્ટાર કિડ્સમાંથી એક છે. તે હંમેશા તેની માતા ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. આરાધ્યા બૉલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી છે. આવો જાણીએ આરાધ્યા બચ્ચન કઈ સ્કૂલ અને ક્યા ક્લાસમાં ભણે છે. તેની સ્કૂલની ફી કેટલી છે.
મળતી માહિતી મુજબ, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની લાડકી દીકરી આરાધ્યા મુંબઈની ટૉપ સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. આરાધ્યા જેવા ઘણા સ્ટાર કિડ્સ આ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને ઘણાએ પોતાનો અભ્યાસ પણ પૂરો કર્યો છે. આરાધ્યા આ શાળાની હોનહાર વિદ્યાર્થી છે. તમને જણાવી દઈએ કે આરાધ્યા આ સ્કૂલમાં નર્સરીથી ભણે છે. હાલ આરાધ્યા 8માં ધોરણમાં અભ્યાસ કરે છે.
મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની ફી ઘણી વધારે છે. સ્કૂલની ફી જાણીને તમે ચોંકી જશો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આરાધ્યા હાલમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના 8માં ધોરણની વિદ્યાર્થીની છે. તેની ફી દર મહિને 4.5 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની નર્સરીથી 7માં ધોરણ સુધીની એક મહિનાની ફી લગભગ 1.70 લાખ રૂપિયા છે. જ્યારે 8માં ધોરણથી 10માં વર્ગ સુધીની ફી લગભગ 4.5 લાખ રૂપિયા પ્રતિ માસ છે.
તમને જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન ઘણીવાર તેની માતા ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. એવું કહેવાય છે કે તે તેની માતાની ખૂબ નજીક છે. તે દરેક પાર્ટી અને ઈવેન્ટમાં તેની માતા સાથે જોવા મળે છે. આ સિવાય આજકાલ આરાધ્યા બચ્ચન પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં પણ તેની માતાના ડ્રેસની નકલ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
