#Cannes2017: આરાધ્યાના ક્યૂટ પોઝ પર બધા થયા આફરીન
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાની એન્ટ્રી થઇ ચૂકી છે. ઐશ્વર્યાની સાથે આરાધ્યા બચ્ચન પણ પહોંચી છે, જે ઐશ્વર્યા કરતાં વધુ એક્સાઇટેડ લાગી રહી છે.
70મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એન્ટ્રી થઇ ચૂકી છે. તેની સાથે આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે, તે મમ્મી ઐશ્વર્યા કરતાં ડબલ ખુશ દેખાઇ રહી છે. દીપિકા પાદુકોણ હાલ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ છે, આ બંન્ને એકબીજા સાથે મુલાકાત કરે છે કે કેમ એ જોવાનું રહેશે.

શાનદાર વેલકમ
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાયનું નામ ખૂબ લોકપ્રિય છે, આથી જ તેનું વેલકમ પણ શાનદાર રહ્યું હતું. ઐશ્વર્યા રાય બચ્ચન 15મી વાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા જઇ રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2017માં ઐશ્વર્યા રાય 19મી અને 20મી મેના રોજ રેડ કાર્પેટ પર જોવા મળશે. જો કે, ઐશ્વર્યાનો આ લૂક પણ કંઇ ઓછો સુંદર નથી! મુંબઇ એરપોર્ટથી ઐશ્વર્યા નીકળી ત્યારથી મીડિયાની નજર જાણે તેની પર મંડાયેલી છે.

દેવદાસ પ્રેઝન્ટ કરશે ઐશ્વર્યા
લોરિયલ પેરિસે પસંદ કરેલ 6 એક્ટ્રેસિસ અને બ્રાન્ડ એમ્બેસેડર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સિલેક્ટેડ ફિલ્મ પ્રેઝન્ટ કરશે. આ હેઠળ ઐશ્વર્યા રાય બચ્ચન સંજય લીલા ભણસાલીની ફિલ્મ દેવદાસ પ્રેઝન્ટ કરવા જઇ રહી છે.

મુંબઇ એરપોર્ટ પર આરાધ્યા
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે જ્યારે ઐશ્વર્યા મુંબઇથી નીકળી રહી હતી ત્યારે ઐશ્વર્યા તો સિરિયસ મુડમાં હતી, પરંતુ આરાધ્યા અત્યંત ખુશ મિજાજમાં જોવા મળી હતી. તે કેમેરા સામે પોઝ કરી રહી હતી અને તેની આ તસવીર તુરંત વાયરલ થઇ ગઇ હતી.

મસ્તીખોર આરાધ્યા
ઐશ્વર્યાએ આરાધ્યાને આમ કરતા રોકી હતી, પરંતુ સ્પષ્ટ છે કે તે પોતાની મમ્મી કરતા વધારે એક્સાઇટેડ છે આ ઇવેન્ટ માટે. મુંબઇ એરપોર્ટ પર તેનો આ મસ્તીખોર અંદાજ કેમેરામાં કેપ્ચર થયો હતો.

અભિષેક બચ્ચન
મુંબઇ એરપોર્ટ પર અભિષેક બચ્ચનને પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. અભિષેક પોતે ઐશ્વર્યા બચ્ચન અને પુત્રી આરાધ્યાને ડ્રોપ કરવા એરપોર્ટ આવ્યા હતા.

દીપિકાને મળશે ઐશ્વર્યા?
દીપિકા પાદુકોણ હાલ કાન્સ 2017માં હાજર છે, જ્યારે તેને ઐશ્વર્યા વિશે પુછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે, કાન્સની અમારી ડેટ્સ અલગ છે, પરંતુ જો મને તક મળશે તો હું ચોક્કસ ઐશ્વર્યાને મળવા જઇશ.
{promotion-urls}
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
