ઐશ્વર્યા અને અભિષેકનો સંબંધ જયા બચ્ચનના કારણે બગડ્યો? વહુથી કેમ પરેશાન છે સાસુમા?
Aishwarya Rai and Jaya Bachchan: પૂર્વ મિસ વર્લ્ડ અને બૉલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં બચ્ચન પરિવાર સાથેના સંબંધોને લઈને ચર્ચામાં છે. અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધો વિશે લોકો વિવિધ પ્રકારની વાતો કરી રહ્યા છે. જો કે, આ દંપત્તિએ હજુ સુધી આ અંગે કોઈ વાત કરી નથી.
તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે ઐશ્વર્યા રાય અને તેના સાસરિયાઓ વચ્ચે બધુ બરાબર નથી અને ત્યારથી પરિવારને લગતી ઘણી વાતો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહી છે. જો લોકોનું માનીએ તો સાસુ જયા બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય વચ્ચે લગ્ન બાદથી કંઈ સારું નથી ચાલી રહ્યું.

જો મીડિયા રિપોર્ટસનુ માનીએ તો ઘણી વખત જયા બચ્ચન કેમેરા સામે નામ ન લઈને પોતાની પુત્રવધૂ ઐશ્વર્યા રાયને પરોક્ષ રીતે નિશાન બનાવી રહી છે. તેણે કેમેરા સામે ઘણી વખત કહ્યું છે કે તેને ઐશ્વર્યા વિશેની ઘણી બધી વાતો લાંબા સમયથી પસંદ નથી. ઐશ્વર્યા રાયનું કહેવું છે કે તે તેની સાસુ જયા બચ્ચનનો ગુસ્સો બિલકુલ સહન કરી શકતી નથી.
એકવાર બૉલિવુડના પ્રખ્યાત ફિલ્મ સર્જક કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં ઐશ્વર્યા રાયની ભાભી શ્વેતા બચ્ચને પણ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે તેની ભાભીની કઈ આદતોથી પરિવારના સભ્યોને સમસ્યા છે. કહેવાય છે કે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા બાદ સાસુ જયા બચ્ચને ઐશ્વર્યા રાયને ફિલ્મોમાં કામ કરવાની મનાઈ કરી દીધી હતી. જોકે, સસરા અભિતાભ બચ્ચનને આની સામે કોઈ વાંધો નહોતો.
કહેવાય છે કે ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ'માં રણબીર કપૂર સાથે ઐશ્વર્યા રાય બચ્ચનના સ્ટીમી સીન્સ આ કારણોમાંનુ એક હતું જેના કારણે ઐશ્વર્યા રાય અને તેના સાસરિયાઓ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે, અભિનેત્રીની સાસુ જયા બચ્ચને એકવાર તેની પર કટાક્ષ પણ કર્યો હતો. તેણે ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન્સની આકરી ટીકા કરી હતી.
આવી સ્થિતિમાં, ઘણીવાર એવું કહેવામાં આવે છે કે જયા બચ્ચનના કારણે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના સંબંધોમાં તિરાડ આવી છે. જો લોકોનું માનીએ તો જયા બચ્ચનના વર્તનને કારણે આ દિવસોમાં ઐશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન પરિવારથી દૂર તેની માતા સાથે રહે છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
