જ્યારે ઐશ્વર્યા, શિલ્પા અને કિર્તી એક સાથે રેમ્પ ઉતરી ત્યારે!
સામાન્ય રીતે કોઇ જાણીતા ફેશન ડિઝાઇન કોઇ એક જ બોલીવૂડ સેલેબ્રિટીને તેના શો સ્ટોપર તરીકે ઉતારે છે. પણ વાત જ્યારે બોલીવૂડના "લાડલા" ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની હોય ત્યારે તમામ નિયમો બદલાઇ જાય છે. અને આખું બોલીવૂડ જ તેના માટે રેમ્પ વોક કરવા તૈયાર થઇ જાય છે.
માટે જ જ્યારે અમેઝોન ઇન્ડિયા કુટૂર વીક (AICW) 2015 માટે બોલીવૂડના આ જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ "ધ એમપ્રેસ સ્ટોરી" નામનું કલેક્શન રજૂ કર્યું ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન, શિલ્પા શેટ્ટી, સોફી ચૌધરી, અદિતી રાવ અને કિર્તી શૈનન જેવી જાણીતી બોલીવૂડ હિરોઇનો તેના દ્વારા તૈયાર કરવામાં આવેલા ડ્રેસને પહેરીને રેમ્પ પર ઉતરી.
જો કે આ રેમ્પ શોની શો સ્ટોપર હતી ઐશ્વર્યા રાય બચ્ચન અને તેણે રેમ્પ વોક કર્યું ત્યારે ત્યાં હાજર તમામ લોકો એશની ખૂબસૂરતીમાં ખોવાઇ ગયા હતા. ત્યારે આ ફેશન શોના કેટલીક ખાસ તસવીરો જુઓ આ ફોટોસ્લાઇડરમાં...

સુંદરતાની રાણી
મનીષ મલ્હોત્રાના બ્રાઇડલ કલેક્શનને રજૂ કરવા માટે ઐશ્વર્યા રાય બચ્ચનને બનાવવામાં આવી શો સ્ટોપર.

ચાંદ જમીન પર
ડાર્ક મરુન બ્રાઉન કલરના ડ્રેસ અને નેટ વાળી કોટીમાં ઐશ્વર્યા લાગતી હતી ખૂબ જ સુંદર.

પરી
માટે જ જ્યારે ઐશ્વર્યા રાયે રેમ્પ વોક ક્યું ત્યારે લાગતું હતું કે કોઇ પરી કે પછી સુંદરતાની રાણી સામેથી ચાલીને આવી રહી છે.

બીડ્સ જેકેટ
આ ડ્રેસ પર મનીષ મલ્હોત્રાએ ચાઇનીઝ એમ્પર સ્ટાઇલની એમ્બ્રોડરી કરાવી હતી. અને તેના જેકેટની ડિટેલિંગ પણ બેનમૂન હતી.

પાંચ વર્ષ પછી રેમ્પ પર
મમ્મી બન્યા બાદ પાંચ વર્ષ બાદ પહેલી વાર ઐશ્વર્યાએ રેમ્પ વોક કર્યું હતું.

શિલ્પા શેટ્ટી
તો બીજી તરફ શિલ્પા શેટ્ટીએ પણ આ ફેશન શો માટે કર્યું હતું રેમ્પ વોક

બોલીવૂડ હિરોઇનો
એટલું જ નહીં બોલીવૂડના આ લાડલા ફેશન ડિઝાઇન માટે સૌફી ચૌધરી, અદિતી રાવ, કિર્તી શૈનન પણ આ ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
