અમિતાભ બચ્ચન પછી આ અભિનેતા બનશે KBCનો નવો હોસ્ટ, બિગ બી સાથે છે ખાસ કનેક્શન
કૌન બનેગા કરોડપતિને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 14મી સિઝન હોસ્ટ કર રહ્યાં છે. અમિતાભે 11 ઓક્ટોબર 2022 ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ તેમને અલ
કૌન બનેગા કરોડપતિને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન 14મી સિઝન હોસ્ટ કર રહ્યાં છે. અમિતાભે 11 ઓક્ટોબર 2022 ના રોજ તેમનો 80મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને બોલિવૂડના મોટા સ્ટાર્સે પણ તેમને અલગ અલગ જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ ઘણી ફિલ્મો કરી રહ્યા છે. તે દરેકના મનપસંદ શો કૌન બનેગા કરોડપતિના હોસ્ટ પણ છે.

લાંબા સમયથી કેબીસી હોસ્ટ કરી રહ્યાં છે અમિતાભ
વર્ષ 2000માં શરૂ થયેલો આ શો સૌપ્રથમ અમિતાભ બચ્ચને હોસ્ટ કર્યો હતો. જે પછી બધાને આ શો પસંદ આવવા લાગ્યો. પરંતુ બાદમાં તેને પણ કિંગ શાહરૂખ ખાને હોસ્ટ કર્યો હતો. જો કે, આ શો ફરીથી વધુ કંઈ કરી શક્યો નહીં. જે બાદ અમિતાભ બચ્ચન ફરી પાછા ફર્યા અને ત્યારથી બિગ બી સતત આ શોને હોસ્ટ કરી રહ્યા છે.

આ વ્યક્તિ કરી શકે છે કેબીસી હોસ્ટ
હવે અમિતાભ બચ્ચનની ઉંમર જોઈને ચાહકોને ચિંતા છે કે બિગ બી પછી તેમનો ફેવરિટ શો કૌન બનેગા કરોડપતિ કોણ હોસ્ટ કરશે. કારણ કે એક્ટર હવે એવા સ્ટેજ પર પહોંચી ગયા છે કે હવે તે ગમે ત્યારે શોને અલવિદા કહી શકે છે.

અમિતાભ બચ્ચને આપી હીંટ
અમિતાભ બચ્ચને મંગળવારે શો કૌન બનેગા કરોડપતિમાં આનો મોટો સંકેત આપ્યો હતો. જણાવી દઈએ કે શોમાં તેમનો પુત્ર અભિષેક બચ્ચન તેમને જન્મદિવસની શુભેચ્છા આપવા આવ્યો હતો. આ દરમિયાન પિતા-પુત્રની જોડીએ ચાહકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. શો દરમિયાન અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચને તેમની સીટોની અદલાબદલી કરી હતી. જ્યારે અમિતાભ હોસ્ટની ખુરશી છોડીને હોટસીટ પર બેઠા હતા, ત્યારે અભિષેક બચ્ચન હોસ્ટની ખુરશી પર બેઠા હતા.

અભિષેકને લઇ કહી આ વાત
સીટ બદલ્યા બાદ અભિષેક બચ્ચનને જોઈને એવું લાગ્યું કે જાણે અમિતાભ બચ્ચન બેઠા હોય. પરંતુ અમિતાભ બચ્ચનનો આ ઈશારો પૂરતો નહોતો. આ એપિસોડમાં જ્યારે અભિષેક બચ્ચને તેના પિતાને પૂછ્યું કે પા હું કેવો પુત્ર છું? તો જવાબમાં બિગ બીએ માત્ર એટલું જ કહ્યું- આજે તું મારી જગ્યાએ બેઠો છે, તું લાયક પુત્ર છે અને કેવી રીતે પુત્ર છે. અમિતાભ બચ્ચનના આ સંકેત બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અભિષેક બચ્ચન આ શોને હોસ્ટ કરી શકે છે.

મેકર્ષ માટે મોટી ચેલેંજ
અમિતાભ બચ્ચનના ચાહકો ઈચ્છે છે કે તેઓ હંમેશા આ હોસ્ટની ખુરશી પર બેસીને એ જ એનર્જી સાથે શોને હોસ્ટ કરે. પરંતુ, એક દિવસ ચોક્કસ આવશે જ્યારે આ સીટ પર તેમની જગ્યા કોઈ અન્ય લેશે. આવી સ્થિતિમાં, આ નિર્ણય લેવો એ શો મેકર્સ માટે પણ એક મોટો પડકાર છે, જેમને તેમની જગ્યાએ હોસ્ટ તરીકે પસંદ કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે શું આગામી દિવસોમાં અભિષેક બચ્ચન તેના પિતાનું સ્થાન લેશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
