આદિત્ય પંચોલીએ અભિનેત્રી કંગના રનોત પર કરી FIR - આ છે મામલો
આદિત્ય પંચોલી અને કંગના રનોત વિશેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને હવે કંઈક એવુ થયુ છે કે આદિત્ય પંચોલીએ કંગના રનોત પર એફઆઈઆર નોંધાવી દીધી છે.
આદિત્ય પંચોલી અને કંગના રનોત વિશેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે અને હવે કંઈક એવુ થયુ છે કે આદિત્ય પંચોલીએ કંગના રનોત પર એફઆઈઆર નોંધાવી દીધી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કંગના રનોતે આદિત્ય પંચોલી પર ઘણા સમય પહેલા યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આ એફઆઈઆર આદિત્ય પંચોલી એટલા માટે કરાવી કારણકે થોડા સમય પહેલા કંગનાની બહેન રંગોલીએ આદિત્ય સામે એમ કહીને ફરિયાદ નોંધાવી હતી કે આદિત્ય પંચોલીએ તેમની બહેનનું શારીરિક શોષણ કર્યુ છે.

આ વાતથી નારાજ આદિત્ય પંચોલીએ કંગના સામે માનહાનિનો કેસ કરીને એફઆઈઆર કરાવી છે. આદિત્યની ફરિયાદમાં એ દાવો કરવામાં આવ્યો છે કે કંગનાના વકીલે તેમની (આદિત્ય) સામે રેપ કેસ ફાઈલ કરવાની ધમકી આપી છે જેનો અભિનેતા ઈનકાર કરી ચૂક્યા છે. એટલુ જ નહિ આદિત્ય પંચોલીએ આ મામલે ઘણી મોટી લીગલ એક્શન લેવાની વાત કહી છે. હવે જોવાનુ એ છે કે આ મામલે આગળ શું થાય છે. કંગના રનોતના વિવાદ કોઈને કોઈ સાથે જોવા મળતા રહે છે.












Click it and Unblock the Notifications
