સુરવીન ચાવલાનો ખુલાસો, ‘ડાયરેક્ટર મારા શરીરનનો એક-એક ઈંચ જોવા માંગતો હતો'
સુરવીને ખુલાસો કર્યો છે કે તે મનોરંજન જગતમાં પાંચ વાર કાસ્ટિંગ કાઉચ જેવી ઘટનાનો શિકાર થઈ ચૂકી છે.
બોલિવુડ અભિનેત્રી સુરવીન ચાવલાએ કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો છે. સુરવીને ખુલાસો કર્યો છે કે તે મનોરંજન જગતમાં પાંચ વાર કાસ્ટિંગ કાઉચ જેવી ઘટનાનો શિકાર થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે સુરવીન ચાવલાએ ફિલ્મો ઉપરાંત ઘણી ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યુ છે. નાના પડદે, બંને જગ્યાએ તેના અભિનયને દર્શકોએ હંમેશા પસંદ કર્યો છે. અંગ્રેજી વેબસાઈટ પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યુમાં સુરવીને જણાવ્યુ કે સાઉથની ફિલ્મોના એક નિર્દેશક તેની બૉડી જોવા ઈચ્છતા હતા. તેણે કહ્યુ હતુ, મેડમ તમારા શરીરના એક-એક ઈંચને જાણવા ઈચ્છુ છુ. એટલુ જ નહિ બોલિવુડના એક ડાયરેક્ટરે તો ત્યાં સુધી કહી દીધુ કે તે તેની જાંઘ અને ક્લિવેજ (સ્તનની વચ્ચેનો ભાગ) લુક જોવા ઈચ્છે છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં 3 વાર, બોલિવુડમાં 2 વાર કાઉચ
હેટ સ્ટોરી 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ સુરવીન ચાવલાએ જણાવ્યુ કે તે 5 વાર કાસ્ટિંગ કાઉચનો સામનો કરી ચૂકી છે. આમાં 3 વાર સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ્યારે 2 વાર બોલિવુડમાં આવી ઘટનાઓ તેની સાથે બની છે. તેણે જણાવ્યુ કે, ‘ડાયરેક્ટર તેને ક્લિવેજ બતાવતી જોવા ઈચ્છતો હતો. એક અન્ય ડાયરેક્ટરે સુરવીનની જાંઘો બતાવવા માટે કહ્યુ હતુ. સુરવીને એ પણ કહ્યુ કે એક સમય હતો જ્યારે તેને ઓવરવેઈટ કહેવામાં આવતી હતી. તેણે કહ્યુ, હું એક ઑડિશન આપવા ગઈ હતી ત્યાં એક વ્યક્તિએ મને કહ્યુ કે મારુ વજન વધુ છે, જ્યારે મારુ વજન માત્ર 56 કિલો હતુ.'

ડિપ્રેશનમાં જતી રહી હતી સુરવીન
સુરવીન ચાવલાએ કહ્યુ કે હેટ સ્ટોરીની રિલીઝ બાદ હું ડિપ્રેશનમાં જતી રહી હતી. વસ્તુઓ જેવી મે વિચારી હતી એવી ન થઈ. હું એ વિચારીને ખુશ હતી કે મે આ ફિલ્મ કરી પરંતુ વસ્તુઓ ઘણી અલગ હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અભિનેત્રી ઝરીન ખાને કાસ્ટિંગ કાઉચ વિશે ખુલાસો કર્યો હતો.

હાલમાં જ એક દીકરીને જન્મ આપ્યો સુરવીને
તમને જણાવી દઈએ કે 15 એપ્રિલ 2019ના રોજ સુરવીને એક દીકરી ઈવાને જન્મ આપ્યો હતો. જન્મ બાદ સાત સપ્ટેમ્બર 2019ના રોજ સુરવીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો. આ વીડિયોમાં સુરવીન સાથે તેની દીકરી ઈવા પણ જોવા મળી રહી છે. વળી, વર્ક ફ્રંટની વાત કરીએ તો સુરવીન ચાવલા હાલમાં જ નેટફ્લિક્સની વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. સેક્રેડ ગેમ્સમાં સુરવીન ચાવલા સાથે અભિનેતા સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
