ન્યૂડ વીડિયો પર બબાલ થતાં સારા ખાને કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરી દો
ન્યૂડ વીડિયોની બબાલ પર સારા ખાને કહ્યું- ભૂલ થઈ ગઈ, માફ કરો
નવી દિલ્હીઃ નાના પડદાની મશહૂર એક્ટ્રેસ સારા ખાન હાલ ન્યૂડ વીડિયોને લઈને વિવાદોમાં ફસાઈ છે. તેનો એક મ્યૂઝિક વીડિયો હાલમાં જ સામે આવ્યો છે, જેમાં તે કપડાં પહેર્યા વિના જોવા મળી રહી છે. સારા ખાને આ વીડિયોને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કર્યો, જે બાદ સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો. સોશિયલ મીડિયા પર યૂઝર્સે માત્ર તેને ટ્રોલ જ ન કરી, બલકે બૂરખો પહેરવાની પણ સલાહ આપી દીધી. જે બાદ સારા ખાને જવાબ આપતા કહ્યું કે પુરુષો બૂરખા કેમ નથી પહેરતા. હવે સારા ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કરીને પોતાના નિવેદન પર માફી માગી છે.

હું પણ માણસ છું, ભૂલ થઈ ગઈ
સારા ખાને ઈન્સ્ટાગ્રામ પર કહ્યું, મારો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મેં ઈસ્લામ અને બૂરખા ઉપર કોમેન્ટ કરી છે. મારો કહેવાનો એ મતલબ નહોતો, મારા શબ્દો ખોટા હતા, મારી કહેવાની રીત ખોટી નહોતી. જે ચીજને લઈને હું બોલી છું, હું કોઈ નથી હોતી કોઈ ધર્મ વિશે ટિપ્પણી કરનાર. તે બદલ હું તમારી માફી માગું છું. જે લોકોની ભાવનાઓને મેં દુઃખ પહોંચાડ્યું છે, હું તે તમામ લોકોની માફી માગું છું. ભૂલ માણસથી જ થાય છે અને હું પણ એક માણસ જ છું અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.

ન્યૂડ વીડિયો પર બબાલ મચી
ઉલ્લેખનીય છે કે સારા ખાને પાછલા દિવસોમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક મ્યૂઝિક વીડિયોનો ફર્સ્ટ લૂક જાહેર કર્યો હતો. આ તસવીરોમાં સારા ખાન ન્યૂડ જોવા મળી રહી હતી, જેને લઈને યૂઝર્સે તેને ભારે ટ્રોલ કર. જે બાદ સારા ખાને પોતાનો વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધો, જેમાં તે ન્યૂડ હતી. વીડિયો વાયરલ થતા જ યૂઝર્સે સારાને ફરી એકવાર ટ્રોલ કરી હતી.

યૂઝર્સના કોમેન્ટ પર ભડકી સારા
યૂઝર્સની કોમેન્ટ સાંભળીને સારા ખાન ભડકી ઉઠી અને તેણે મીડિયા સામે કહ્યું તે મુસલમાન છે અને એ લોકોથી વાંધો છે જે છોકરીઓને બૂરખો પહેરવાની સલાહ આપતા હોય. સારા ખાને કહ્યું કે ઈસ્લામમાં કહેવાય છે કે છોકરીઓએ બૂરખો પહેરવો અથવા પરદો કરવો જોઈએ. હું પુછવા માગુ્ં છું કે પુરુષોએ બૂરખો કેમ નથી પહેરતા? કહ્યું કે જે પુરુષો એવી નજરે જોતા હોય તે જ બૂરખો પહેરેને, તેઓ જ પરદો કરે. સારા ખાનના આ નિવેદનને લઈને વિવાદ વકર્યો હતો, જે બાદ તેણે પોતાના નિવેદન બદલ માફી માગી.

કોણ છે સારા?
જણાવી દઈએ કે સારા ખાન એક મોડેલ અને ટીવી એક્ટ્રેસ છે. તાજેતરમાં તે કોઈ સિરિયલમાં કામ નથી કરી રહી પરંતુ હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. 2007માં સારાએ મિસ ભોપાલનો ખિતાબ જીત્યો હતો. સ્ટાર પ્લસ પર આવેલ સીરિયલ સપના બાબુલ કા વિદાઈથી તેણે પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી. 2008માં સ્ટાર પરિવાર મોસ્ટ પોપ્યુલર કપલ અવોર્ડમાં સારા ખાન અને અંગદને નોમિનેટ પણ કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
