ધૂમ ફિલ્મની અભિનેત્રી રિમી સેન સાથે 4.14 કરોડની છેતરપિંડી, નોંધાવી FIR
ફિલ્મ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે.
મુંબઈઃ ફિલ્મ અભિનેત્રી રિમી સેન સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ બાબતે રિમી સેને ગોરેગાંવના એક બિઝનેસમેન રોક જતિન વ્યાસ સામે ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે બિઝનેસમેને રોકાણના નામે તેની સાથે 4.14 કરોડની છેતરપિંડી કરી છે. આ બાબતે આઈપીસીની કલમ 420, 409 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અમે આરોપીની ધરપકડ માટે સર્ચ ઑપરેશન ચલાવી રહ્યા છે.

રિમી સેને પોતાની ફરિયાદમાં કહ્યુ છે કે તે રોનકને ત્રણ વર્ષ પહેલા અંધેરીના એક જિમમાં મળી હતી. એ દરમિયાન તેણે મને પ્રસ્તાવ આપ્યો કે તે મારી કંપનીમાં રોકાણ કરે તો તેને 40 ટકાનો ફાયદો મળશે. પરંતુ રિમી સેને સમય સીમા ખતમ થવા પર નફો માંગ્યો તો વેપારીએ તેને નજરઅંદાજ કરવાનુ શરુ કરી દીધુ, તેના ફોન ઉઠાવવાનુ બંધ કરી દીધુ. ત્યારબાદ રિમી સેનને અંદાજ આવી ગયો કે તેની સાથે છેતરપિંડી થઈ છે. તેને ના તો તેની મૂડી મળી અને ના નફાની રકમ. ત્યારબાદ સ્પષ્ટ હતુ કે વેપારીએ તેની સાથે છેતરપિંડી કરી છે.
ખાર પોલિસે જણાવ્યુ કે અમે કેસની તપાસ કરી રહ્યા છે. અમે આ બાબતે કેસ નોંધી લીધો છે. તમને જણાવી દઈએ કે રિમી સેન બૉલિવુડની ઘણી મોટી ફિલ્મો હંગામા, બાગબાન, ધૂમ, ગરમ મસાલા, ક્યોંકિ, ફિર હેરાફેરી, ગોલમાલમાં કામ કરૂ ચૂકી છે. તેણે ઘણી બંગાળી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. ટીવીના રિયાલિટી શો બિગ બૉસમાં પણ રિમી સેન આવી ચૂકી છે. 2015માં રિમી સેન બિગ બૉસના ઘરમાં પહોંચી હતી.












Click it and Unblock the Notifications
