જ્યારે ટ્રોલર્સે ગર્ભવતી કલ્કિને પૂછ્યુ, ‘પતિ ક્યાં છે?' તો અભિનેત્રીએ આપ્યો જવાબ
એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કલ્કિએ જણાવ્યુ કે તેને ઘણા લોકો ટ્રોલ માત્ર એટલા માટે કરી રહ્યા છે કારણકે તે લગ્ન વિના મા બની રહી છે.
અભિનેત્રી કલ્કિ કેકલા હાલમાં ગર્ભવતી હોવાના કારણે સમાચારોમાં છવાયેલી છે તે પોતાના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગ સાથે રિલેશનશિપમાં છે અને પોતાના પહેલા બાળક માટે ઘણી ખુશ છે. પરંતુ એક સમાચાર વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં કલ્કિએ જણાવ્યુ કે તેને ઘણા લોકો ટ્રોલ માત્ર એટલા માટે કરી રહ્યા છે કારણકે તે લગ્ન વિના મા બની રહી છે.

ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે
માત્ર ‘પતિ ક્યાં છે?' એવા સવાલ પૂછવામાં આવી રહ્યા છે એટલુ જ નહિ ગર્ભવતી હોવા દરમિયાન તે જે કપડા પહેરી રહી છે તેના માટે પણ તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. 35 વર્ષની અભિનેત્રી કલ્કિનુ કહેવુ છે કે, ‘મારે સામેથી જજમેન્ટ જેવા વ્યવહારનો તો સામનો કરવો પડી રહ્યો પરંતુ મારે ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ટ્રોલ કરી રહ્યા છે, જેમ કે ‘તમારા પતિ ક્યાં છે?', અમુક લોકો કહે છે, ‘તમે આવુ કેવી રીતે કરી શકો છો?' અને ‘ટાઈટ કપડા ના પહેરો'. આ બધી વસ્તુઓ થઈ રહી છે પરંતુ ટ્રોલિંગ ત્યારે પણ થાય છે જ્યારે તમે ગર્ભવતી નથી હોતા.'

કલ્કિએ ટ્રોલર્સને આપ્યો જવાબ
જો કે પાંચ મહિનાની ગર્ભવતી કલ્કિએ ટ્રોલર્સનો જવાબ આરામથી આપતા કહ્યુ કે, ‘તમે માત્ર એક સેલિબ્રિટી છો. વાસ્તવમાં જો તમે સેલિબ્રિટી ન પણ હોય. જો તમારી કોઈ મંતવ્ય હોય, જે લોકોને ખબર પડે તો અમુક લોકો તેના વિરોધમાં હોઈ શકે છે અને આ બરાબર પણ છે.' કલ્કિને એ લોકો માટે પણ સવાલ કરવામાં આવ્યા જે તેને હાલમાં હેરાન કરી રહ્યા છે.

‘બધા જાણે છે હું પરિણીત નથી'
જ્યારે તેમને લોકો વિશે સવાલ પૂછવામાં આવ્યા જે તેમના ગર્ભવતી હોવા પર તેમને નીચુ દેખાડી રહ્યા છે તો તેણે જવાબ આપતા કહ્યુ, ‘મને ખબર છે કે તે છે પરંતુ હું તેને અંગત રીતે નથી જાણતી. તો આ મારા જીવનને પ્રભાવિત નથી કરતા. પરંતુ જો વાત મારા ઘરની કરીએ તો મારા પડોશી અને આસપાસના લોકો... બધા જાણે છે કે હું પરિણીત નથી. અને એ લોકો સારા છે. આંટીઓ આવે છે અને પૂછે છે કે તમારે કંઈ જોઈએ છે તે બહુ સારા અને પ્રેમાળ લોકો છે.'

શું બોલ્યા પૂર્વ પતિ અનુરાગ કશ્યપ?
કલ્કિએ એક અન્ય વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેમના પૂર્વ પતિ ફિલ્મકાર અનુરાગ કશ્યપને તેના ગર્ભવતી હોવાપર પોતાની પ્રતિક્રિયા આપી છે. તે કહે છે, ‘તેમણે પેરેટ્સ ક્લબમાં મારુ સ્વાગત કર્યુ અને કહ્યુ કે જ્યારે પણ જરૂર હોય તો હું તેમને ફોન કરી શકુ છુ.' તમને જણાવી દઈએ કે કલ્કિ અને તેના બૉયફ્રેન્ડ ગાય હર્શબર્ગ છેલ્લા બે વર્ષથી સાથે છે અને ગયા મહિને જ કલ્કિના ગર્ભવતી હોવાનો ખુલાસો કર્યો છે.

બેબી બંપના ફોટા પણ કર્યા શેર
અભિનેત્રીએ પોતાના બેબી બંપના ફોટા પણ શેર કર્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે દંપત્તિએ બાળકના જન્મ માટે વૉટર બર્થ પ્રક્રિયા પસંદ કરી છે જેના માટે કલ્કિ વર્ષના અંતમાં ગોવા માટે રવાના થશે. ગર્ભવતી હોવા છતાં કલ્કિ કામમાં વ્યસ્ત છે. હાલમાં તે એક પ્લે માટે કામ કરી રહી છે અને નેટફ્લિક્સની નવી સીરિઝમાં પણ જોવા મળશે. આ વર્ષે તે નેટફ્લિક્સની સીરિઝ જેવી કે મેઈડ ઈન હેવન અને સેક્રેડ ગેમ્સ 2માં જોવા મળી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
