'હું ઋતિક રોશન સાથે લગ્ન કરીશ, જો તે ફરીથી ઘર વસાવવા માટે તૈયાર હોય'

એક એવી અભિનેત્રી છે જેણે ખુલ્લેઆમ ઋતિક રોશન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. આવો, જાણીએ કોણ છે એ અભિનેત્રી...

મુંબઈઃ બૉલિવુડના ગ્રીક ગૉડ અને હૉટ અભિનેતા ગણાતા ઋતિક રોશનની ફેન ફોલોઈંગનો ગ્રાફ ઘણો હાઈ છે. ઋતિકના લુક પર લાખો યુવતીઓ દિવાની છે જેમાં ઘણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી પણ છે. પોતાની પત્ની સુઝેન ખાન સાથે અલગ થયા બાદથી હાલમાં જ ઋતિક રોશનની ડેટિંગની અફવા સબા આઝાદ સાથે જોડાઈ હતી જ્યાં મુંબઈના એક રેસ્ટોરામાં બંને હાથમાં હાથ પકડેલા સ્પૉટ થયા હતા. જો કે બંનેના રિલેશનશિપની સચ્ચાઈ શું છે તે સમય સાથે જાણવા મળશે પરંતુ આ દરમિયાન એક એવી અભિનેત્રી છે જેણે ખુલ્લેઆમ ઋતિક રોશન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી. આવો, જાણીએ કોણ છે એ અભિનેત્રી...

અભિનેત્રીએ કર્યો પોતાના પ્રેમનો ઈઝહાર

અભિનેત્રીએ કર્યો પોતાના પ્રેમનો ઈઝહાર

બૉલિવુડ સુરપરસ્ટાર ઋતિક રોશન હાલમાં ઘણા ચર્ચામાં છે. પહેલા જ્યાં તે એક મિસ્ટ્રી ગર્લ એટલે કે સબા આઝાદનો હાઝ પકડીને પાપારાઝીના કેમેરામાં કેદ થયા હતા ત્યારબાદ વર્ષ 2014માં પોતાની પત્ની સુઝેન ખાનથી અલગ થયા બાદ ઋતિક ફરીથી પોતાના રિલેશનને લઈને ચર્ચામાં આવી ગયા હતા. ઋતિક સબા આઝાદ સાથે પોતાના લિંક-અપની અફવાઓને લઈને છવાયેલા રહ્યા. વળી, હવે ઋતિક માટે પૂર્વ મિસ ઈન્ડિયા યુનાઈટેડ કૉન્ટિનેંટ્સ ગાયત્રી ભારદ્વાજે પોતાના પ્રેમનો ઈઝહાર કર્યો છે.

ગાયત્રી ભારદ્વાજે વ્યક્ત કરી લગ્નની ઈચ્છા

ગાયત્રી ભારદ્વાજે વ્યક્ત કરી લગ્નની ઈચ્છા

ગાયક્ષી ભારદ્વાજે ઈટાઈમ્સને આપેલા પોતાના એક ઈન્ટરવ્યુમાં પોતાના પ્રેમ પર ખુલાસો કર્યો છે. ઈન્ટરવ્યુ દરમિયાન ઋતિક રોશન સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. ગાયત્રીએ કહ્યુ કે, 'હું ઋતિક રોશન સાથે લગ્ન કરીશ, જો તે ફરીથી ઘર વસાવવા માટે તૈયાર હોય.' વાસ્તવમાં ઈન્ટરવ્યુ દરમિયાન ગાયત્રીએ ઘણી વસ્તુઓ પર વાત કરી હતી જેમાં એક પર તેણે સ્પષ્ટ પોતાની ઈચ્છા વ્યક્ત કરીને કહ્યુ કે તે ઋતિક રોશન સાથે લગ્ન કરવા માંગે છે.

'મારા બાળપણના ક્રશ રહ્યા છે'

'મારા બાળપણના ક્રશ રહ્યા છે'

ઈન્ટરવ્યુના રેપિડ ફાયર રાઉન્ડ દરમિયાન જ્યારે ગાયત્રીને પૂછવામાં આવ્યુ કે એ બૉલિવુડ એક્ટરનુ નામ જણાવો જેને તમે ડેટ કરવા માંગો છો અને એક બૉલિવુડ અભિનેતા જેની સાથે તમે લગ્ન કરવા માંગો છે. જેના જવાબમાં ગાયત્રીએ કહ્યુ કે હું સિદ્ધાંત ચતુર્વેદની ડેટ કરવા માંગીશ, પરંતુ મને ખબર નથી એ સિંગલ છે કે નહિ. અને મને લાગે છે કે હું ઋતિક રોશન સાથે લગ્ન કરવા માંગુ છુ. જો તે ફરીથી સેટલ થવા માટે તૈયાર હોય. એ મારા બાળપણના ક્રશ રહ્યા છે અને એટલા માટે તેમને નથી છોડી શકતી.

જાણો કોણ છે ગાયત્રી ભારદ્વાજ

જાણો કોણ છે ગાયત્રી ભારદ્વાજ

તમને જણાવી દઈએ કે ગાયત્રી ભારદ્વાજે પ્રી-નર્સરીમાં હતી ત્યારે જ મિસ ઈન્ડિયા બનવાનુ સપનુ જોયુ હતુ અને કઠોર મહેનત કરીને તેણે ફેમિના મિસ ઈન્ડિયા યુનાઈટેડ કૉન્ટિનેંટ્સ 2018નો તાજ મેળવ્યો. ગાયત્રીની મા એક સાયકોલૉજિસ્ટ છે અને પિતા પાયલટ છે. તેણે ડેન્ટલનો અભ્યાસ કર્યો છે. ડિસેમ્બર 2020માં તેણે પોતાનો પહેલો વેબ શો ઢિંઢોરા કર્યો હતો. આ ઉપરાંત તે ટૂંક સમયમાં એક બૉલિવુડ ફિલ્મમાં પણ જોવા મળવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X