ટ્રિપલ તલાક અંગે સૈફ અલી ખાનનું મોટું નિવેદન
સૈફ અલી ખાને કહ્યું કે, મેં અમૃતાને કાયદાકીય રીતે ડિવોર્સ આપ્યો હતો, હું ટ્રિપલ તલાકની વિરુદ્ધ છું.
આજ-કાલ સમગ્ર ભારતમાં ટ્રિપલ તલાકનો મુદ્દો ચર્ચામાં છે, આ મુદ્દા પર હવે પોતાની વાત મુકી છે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને. સૈફે સાફ કહ્યું છે કે, તેઓ ટ્રિપલ તલાક પ્રથાની વિરુદ્ધ છે અને આથી જ તેમણે પોતાની પ્રથમ પત્ની અમૃતા સિંહને કાયદાકીય રીતે ડિવોર્સ આપ્યા છે.

મુસ્લિમ રિવાજ પ્રમાણે કર્યા હતા લગ્ન
સૈફે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, મેં અમૃતા સાથે નિકાહ કર્યા હતા, લગ્ન મુસ્લિમ રિવાજ અનુસાર થયા હતા. જ્યારે અમે છૂટા પડવાનો નિર્ણય લીધો ત્યારે બાળકોની જવાબદારી મારી પાસે હતી. આથી મેં અમૃતાને કાયદાકીય રીતે ડિવોર્સ આપ્યા હતા અને ત્યાર બાદ કરીના સાથે પણ કાયદાકીય રીતે લગ્ન કર્યા.

વર્ષ 1991માં થયા હતા પહેલા લગ્ન
ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાનના પહેલા લગ્ન વર્ષ 1991માં અમૃતા સિંહ સાથે થયા હતા અને તેમણે મુસ્લિમ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. શીખ પરિવારમાં જન્મેલ અમૃતાએ આ લગ્ન માટે ધર્મ પરિવર્તન કર્યું હતું.

પટૌડી પરિવારને આ લગ્ન નામંજૂર
પટૌડી પરિવાર સાથે જોડાયેલાં લોકોનું કહેવું છે કે, સૈફ અને અમૃતા એક પાર્ટીમાં મળ્યા હતા, પહેલાં તેઓ ફ્રેન્ડ બન્યા અને ત્યાર બાદ લગ્ન કર્યા. પરંતુ પટૌડી પરિવારને આ લગ્ન મંજૂર નહોતા.

સારા અને ઇબ્રાહિમ
પટૌડી પરિવારની નારાજગીનું કારણ હતું અમૃતાની ઉંમર. અમૃતા સિંહ સૈફ કરતાં ઉંમરમાં 12 વર્ષ મોટી છે. જો કે, સૈફ અલી ખાને ફેમિલિની નારાજગીને ગણકાર્યા વિના છુપાઇને અમૃતા સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતા અને સૈફના બે બાળકો છે, સારા અને ઇબ્રાહિમ. ટૂંક સમયમાં જ સારા અલી ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર છે.

વર્ષ 2004માં ડિવોર્સ
જો કે, વર્ષ 1991માં લગ્ન કર્યા બાદ સૈફે 2004માં અમૃતાને ડિવોર્સ આપ્યા હતા. આ ડિવોર્સ મ્યૂચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી થયા હતા, પરંતુ આની પાછળનું કારણ કોઇને ખબર નથી. તે સમયે અફવા હતી કે, સૈફની ગર્લ ફ્રેન્ડ રોઝાને કારણે ડિવોર્સ થયા છે.

વધુ વાંચો
બાહુબલીનો ભવ્ય સેટ જ્યારે સંપૂર્ણ રીતે કેમેરામાં ઢાળવામાં આવ્યો તો લોકો જોઇને દંગ રહી ગયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
