Dheeraj Kumar: ટેલિવિઝન જગતના જાણીતા ડિરેક્ટર ધીરજ કુમારનું નિધન, 79 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
Dheeraj Kumar Death: દિગ્ગજ અભિનેતા અને ડિરેક્ટર ધીરજનું નિધન થયું છે. તેમણે 79 વર્ષની વયે આ દુનિયા છોડી દીધી છે. ધીરજ કુમારની તબિયત સારી નહોતી અને તેઓ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમને ન્યુમોનિયા છે. અભિનેતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ધીરજ કુમારના પરિવારે વિનંતી કરી
સોમવારે એક સત્તાવાર નિવેદનમાં ધીરજ કુમારના પરિવાર અને પ્રોડક્શન ટીમે તેમના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચારની પુષ્ટી કરી હતી. નિવેદનમાં લખ્યું હતું - પરિવાર ધીરજ કુમારના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. અમે આ મુશ્કેલ સમયમાં દરેક પાસેથી ગોપનીયતાની અપેક્ષા રાખીએ છીએ.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ ધીરજ નવી મુંબઈમાં ઇસ્કોન મંદિરના ઉદઘાટન સમયે જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે પોતાની આધ્યાત્મિક માન્યતાઓ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'હું અહીં નમ્રતાથી આવ્યો છું. જોકે, તેઓએ મને VVIP કહ્યો. મને લાગે છે કે વાસ્તવિક VVIP ભગવાન છે.'
આ ફિલ્મોમાં ધીરજ કુમારે કામ કર્યું હતું
ધીરજ કુમારના કરિયરની વાત કરીએ તો તેમનું કરિયર 50 વર્ષથી વધુનું રહ્યું છે. તેમણે શાનદાર ફિલ્મો આપી છે. તેમણે 1960માં પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતુ. તેમણે રાતો કા રાજા, રોટી કપડા ઔર મકાન, સ્વામી, ક્રાંતિ અને હીરા પન્ના જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે 1970 થી 1984ની વચ્ચે 21 ફિલ્મોમાં જોવા મળ્યા હતા. આ સિવાય તેમણે પંજાબી સિનેમામાં પણ પોતાની છાપ છોડી હતી.
ત્યારબાદ ધીરજ ફિલ્મોથી ટીવી તરફ વળ્યા હતા. તેમણે ઘર સંસારમાં અમરની ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત તેમણે ઓમ નમઃ શિવાય, અદાલત, ધૂપ છાંવ, જાને અનજાને, સચ, મિલી, હમારી બહુ તુલસી, નાદાનિયાં, તુજ સંગ પ્રીત લગાઈ સજના, બાબોસા, રિશ્તો કે ભંવર મેં ઉલઝી જેવા શો કર્યા હતા.
રિયાલિટી શો દ્વારા મનોરંજન ઉદ્યોગનો ભાગ બનેલા ધીરજ કુમારે 'ક્રિએટિવ આઈ' નામની પ્રોડક્શન કંપની પણ શરૂ કરી હતી. તેઓ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
