‘ભુજ” ફિલ્મનું ટ્રેલર રિલિઝ થતા જ નોરા ફતેહીના ધમાકેદાર કિરદારે મેદાન માર્યુ

સુપરસ્ટાર અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને નોરા ફતેહી અભિનીત ફિલ્મ ભુજ ઘણા સમયથી ચર્ચામાં છે અને ફિલ્મ મુલતવી રખાયા બાદ ઘણો સમય વીતી ગયો છે. આખરે જાહેરાત કરાઈ છે કે ભુજ ફિલ્મ ફક્ત ઓટીટી પર રિલીઝ થશે.

સુપરસ્ટાર અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા અને નોરા ફતેહી અભિનીત ફિલ્મ ભુજ ઘણા સમયથી ચર્ચામાં છે અને ફિલ્મ મુલતવી રખાયા બાદ ઘણો સમય વીતી ગયો છે. આખરે જાહેરાત કરાઈ છે કે ભુજ ફિલ્મ ફક્ત ઓટીટી પર રિલીઝ થશે અને તાજેતરમાં તેનું ટ્રેલર પણ રિલિઝ કરાયુ છે. ટ્રેલર રિલીઝ થતા જ ચાહકોમાં ખુશીનો માહોલ છે. આ બધા વચ્ચે આજે આપણે અભિનેત્રી નોરા ફતેહી વિશે વાત કરવાના છીએ, કેમ કે ભુજના ટ્રેલર બાદ તેના ચાહકો આશ્ચર્યમાં છે.

નોરા ફતેહી એક રો એજન્ટની ભૂમિકામાં

નોરા ફતેહી એક રો એજન્ટની ભૂમિકામાં

આ ફિલ્મમાં નોરા ફતેહીને કેવા પ્રકારનું પાત્ર અપાયુ છે તે સામે આવ્યુ છે. અહેવાલો અનુસાર નોરા ફતેહી એક રો એજન્ટની ભૂમિકામાં હશે, જે ભારત માટે પાકિસ્તાનમાં જાસૂસી કરતી જોવા મળશે. આ પાત્ર આલિયા ભટ્ટના રાઝીના પાત્ર સાથે મેળ ખાતુ જોવા મળે છે. એનો અર્થ એ છે કે નોરા ફતેહી મોટો ધમાકો કરવા તૈયાર છે. ભુજ એક અદ્દભૂત ફિલ્મ સાબિત થઈ શકે છે.

અજય દેવગને ચૌકાવ્યા

અજય દેવગને ચૌકાવ્યા

અભિનેતા અજય દેવગને ફરી એકવાર ફેન્સને ચૌકાવ્યા છે. ટ્રેલરમાં તેની ભૂમિકા એકદમ જોરદાર છે. એરફોર્સ ઓફિસરની ભૂમિકામાં તેનો અભિનય એક નવી ઉંચાઈએ લઈ જશે. તે હંમેશા દેશભક્તિના પાત્રો ભજવવા માટે જાણીતો છે.

સંજય દત્ત પરત ફરશે

સંજય દત્ત પરત ફરશે

ઘણા લાંબા સમયથી જોવામાં આવી રહ્યું છે કે અભિનેતા સંજય દત્ત કોઈ મોટી હિટની શોધમાં છે. આ ફિલ્મ પરથી લાગે છે કે તે વાપસી કરવામાં સંપૂર્ણ રીતે સફળ થશે. તેની ભૂમિકા પણ ખૂબ જ મજબૂત છે.

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા

અભિનેત્રી સોનાક્ષી સિંહા ગામની એક છોકરીની ભૂમિકામાં છે. તેનુ પાત્ર પણ મજબુત છે. ડિરેક્ટરે સાચી ઘટનાને પડદા પર લાવવાનો નિર્ણય લીધો છે.

નોરા ફતેહી નવો અવતાર

નોરા ફતેહી નવો અવતાર

હમણાં સુધી તમે નોરા ફિલ્મ્સના ગીતો પર ડાન્સ કરતી જોઈ હશે, પરંતુ આ ફિલ્મમાં તે ખૂબ જ જોરદાર અભિનય કરવા જઈ રહી છે.

ભુજ - ધ પ્રાઇડ ઓ ઇન્ડિયા

ભુજ - ધ પ્રાઇડ ઓ ઇન્ડિયા

ભુજ ધ પ્રાઇડ ઓફ ઈન્ડિયાના ટ્રેલરને જોઇને લોકો પહેલાથી આશ્ચર્યમાં છે. તેમા નોરા ફતેહીની સ્ટાઇલે ફેન્સને પાગલ બનાવી દીધી છે. આ ફિલ્મમાં તેનું શક્તિશાળી પાત્ર છે.

નવી કારકિર્દીની શરૂઆત

નવી કારકિર્દીની શરૂઆત

આ ફિલ્મ સાથે આપણે કહી શકીએ કે નોરા ફતેહીની નવી કારકિર્દી શરૂ થવાની છે. ચાહકો ફિલ્મની રાહ જોઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X