BDaySpcl: શાહરૂખ-સલમાન કરતાં પણ વધુ ફેમસ છે આ સુપરસ્ટાર!
શાહરૂખના સૌથી નાના પુત્ર અબરામ ખાનની આજે બર્થ ડે છે, શાહરૂખ અને અબરામની કેટલીક ક્યૂટ તસવીરો સાથે અબરામ અંગેની મજેદાર વાતો વાંચો અહીં..
આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર્સ તો ઠીક તેમના બાળકો પણ ખૂબ પોપ્યૂલર થઇ જાય છે. શાહરૂખ ખાનના સૌથી નાના પુત્ર અબરામનું કંઇક એવું જ છે. લોકપ્રિયતાનો અર્થ સમજી શકે એ પહેલાં જ આ નાનકડા ખાન ખૂબ ફેમસ થઇ ગયાં છે. અબરામ ખાન આજે એટલે કે, 27 મેના રોજ 4 વર્ષના થઇ ગયાં છે.

શાહરૂખ અને અબરામ
શાહરૂખ ખાનના બાળપણની આ તસવીર અને બાજુમાં અબરામની તસવીર જુઓ. અબરામ આબેહૂબ શાહરૂખ જેવો દેખાય છે. બોલિવૂડને બીજો આમિર કે સલમાન મળે કે ના મળે, અબરામ મોટો થઇ બીજો શાહરૂખ ચોક્કસ બનશે.

શાહરૂખની સૌથી નજીક છે અબરામ
અબરામ ખાન શાહરૂખ ખાનની સૌથી નજીક છે. શાહરૂખ કશે પણ જાય, શૂટિંગ પર, મંદિરે કે ક્રિકેટના મેદાનમાં. અબરામ હંમેશા તેમની સાથે હોય છે. શાહરૂખ ઘણીવાર આઉટડોર શૂટિંગ પર પણ અબરામને પોતાની સાથે લઇ જાય છે.

અબરામ પ્રત્યે શાહરૂખનો લગાવ
અબરામ માટે શાહરૂખને ખૂબ લગાવ છે, તેઓ જાતે અબરામને સ્કૂલે મુકવા જાય છે. થોડા સમય પહેલાં જ એક ફેને વહેલી સવારે મુંબઇના રસ્તા પર શાહરૂખની કાર જોઇ અને તેનો વીડિયો લઇ ટ્વીટર પર મૂકી દીધો. આ વીડિયો પર જવાબ આપતાં શાહરૂખે લખ્યું હતું કે, હું મારા દિકરા અબરામને સ્કૂલે મુકવા જઇ રહ્યો હતો.

સેરોગેટ ચાઇલ્ડ
લોકોને ખબર જ હશે કે, અબરામ શાહરૂખ અને ગૌરીનું સેરોગેટ ચાઇલ્ડ છે. શાહરૂખ કે ગૌરીએ ક્યારેય આ વાત અંગે કોઇ ખુલાસો કર્યો નથી, પરંતુ આ વાતને અફવા કહી નકારી પણ નથી.

આઇપીએલમાં શાહરૂખ-અબરામ
શાહરૂખ જ્યારે આઇપીએલ જોવા મેદાનમાં હાજરી આપે ત્યારે ફેન્સ શાહરૂખની સાથોસાથ અબરામને પણ ચિયર કરતા જોવા મળે છે. થોડા સમય પહેલાં અબરામને લઇ સ્ટેડિયમ પહોંચેલા શાહરૂખે મેચ બાદ ફેન્સનું અભિવાદન ઝીલવા મેદાન પર દોડ લગાવી હતી, ત્યારે અબરામ પણ શાહરૂખની સાથોસાથ મેદાન પર દોડતાં જોવા મળ્યા હતા.

સુપરસ્ટાર અબરામ
શાહરૂખ ખાનની બર્થ ડે સમયની આ તસવીર છે. ફેન્સ શાહરૂખના ઘરની બહાર તેમની રાહ જોઇ રહ્યાં હતા, શાહરૂખ અબરામને લઇ ફેન્સ સામે પહોંચ્યા તો અબરામ પણ શાહરૂખની જેમ જ ફેન્સ સામે હાથ હલાવવા માંડ્યો. શાહરૂખ અંદર જતા રહ્યાં પછી અબરામ ફરી પાછો બાલ્કનીમાં આવી ફેન્સ સામે હાથ હલાવતો નજરે પડ્યો હતો.

અબરામ અને અરાધ્યા
એક ઇન્ટરવ્યૂમાં શાહરૂખે મજાકમાં કહ્યું હતું કે, અબરામ કદાચ મોટો થઇ અરાધ્યા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. એ બંન્નેની જોડી ખૂબ જામશે. શાહરૂખના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતાં અમિતાભે પણ કહ્યું હતું કે, જો ખરેખર એવું થાય તો મને કોઇ વાંધો નથી.

દરેક ભાષા બોલે છે અબરામ
અન્ય એક ઇન્ટરવ્યુમાં અબરામ અંગેની મજેદાર વાત શેર કરતાં શાહરૂખે કહ્યું હતું કે, અમે ઘરમાં મોટેભાગે હિંદી કે અંગ્રેજીમાં વાતો કરીએ છીએ. ક્યારેક પંજાબી કે ઉર્દુ પણ બોલાય છે. ડ્રાઇવર મરાઠી બોલતા હોય છે. અબરામની મેઇડ સાઉથ ઇન્ડિયન છે. અબરામ દરેક ભાષાના થોડા-થોડા શબ્દો ભેગા કરીને બોલે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
