Birthday: અભિષેક-ઐશ્વર્યાની લવ સ્ટોરી છે અનોખી, બાલકનીથી શરુ થઈ, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો પ્રેમ
Abhishek Bachchan Birthday: બૉલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા છે. તે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પુત્ર હોવા છતાં તેણે તેની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. ફિલ્મ 'ગુરુ' પછી તેને મોટા પડદા પર ઓળખ મળી.
આ પછી તેણે ઘણી દમદાર ભૂમિકાઓ ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું. આજે એટલે કે 5 ફેબ્રુઆરીએ અભિષેક બચ્ચન પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આવો જાણીએ તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.

અભિષેક બચ્ચને તેની કારકિર્દીમાં 15 ફ્લોપ ફિલ્મો આપી. પરંતુ તેમ છતાં તેણે ક્યારેય હાર ન માની. આજે તેણે મોટા પડદાની સાથે સાથે OTTમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે. આ સિવાય જો તેના અંગત જીવનની વાત કરીએ તો તે મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયના પ્રેમમાં પડ્યો હતો. જેની સાથે તેણે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા.
વાસ્તવમાં, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યાની પહેલી મુલાકાત ફિલ્મ 'ઢાઈ અક્ષર પ્રેમ કે'ના શૂટિંગ દરમિયાન થઈ હતી. જે વર્ષ 2000માં રિલીઝ થઈ હતી. તે સમયે ઐશ્વર્યા રાય સલમાન ખાન સાથે રિલેશનશિપમાં હતી. અભિષેક બચ્ચને વર્ષ 2002માં કરિશ્મા કપૂર સાથે સગાઈ કરી હતી. આ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યાએ બીજી ફિલ્મ 'કુછ ના કહો'માં સાથે કામ કર્યું હતું.
આ પછી અભિષેક બચ્ચનની કરિશ્મા કપૂર સાથેની સગાઈ તૂટી ગઈ હતી. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના સંબંધોમાં પણ ખટાશ આવી ગઈ હતી. આ સમયગાળા દરમિયાન અભિષેક અને ઐશ્વર્યાએ ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું હતું. જેમાં 'યુવા', 'બંટી ઔર બબલી' અને 'કભી અલવિદા ના કહેના' જેવી હિટ ફિલ્મોનો સમાવેશ થાય છે. રિપોર્ટસનુ માનીએ તો આ દરમિયાન બંને એકબીજાની નજીક આવ્યા હતા.
પરંતુ તેમનો પ્રેમ ફિલ્મ 'ઉમરાવ જાન'ના શૂટિંગ દરમિયાન ખીલ્યો હતો. અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તે ઐશ્વર્યા રાયને અલગ રીતે પ્રપોઝ કરવા માંગે છે. ન્યૂયોર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરતી વખતે તે તેની હોટલના રૂમની બાલ્કનીમાં ગયો જ્યાં તેણે વિચાર્યું કે તે ઐશ્વર્યા રાય સાથે લગ્ન કરે તો સારું રહેશે. ત્યારબાદ અભિનેતા ઐશ્વર્યાને તેની બાલ્કનીમાં લાવ્યો અને તરત જ તેને પ્રપોઝ કર્યું. આ પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.
આ પછી બંને મુંબઈ પાછા ફર્યા અને પરિવારને પોતાના સંબંધો વિશે જણાવ્યું અને વર્ષ 2007માં સગાઈ કરી લીધી. ત્યારબાદ 20 એપ્રિલ 2007ના રોજ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે તેમના પરિવાર વચ્ચે લગ્ન કર્યા. લગ્નના 4 વર્ષ બાદ દંપત્તિની પુત્રી આરાધ્યાનો જન્મ થયો હતો. બંનેના લગ્નને લગભગ 17 વર્ષ થઈ ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
