ઐશ્વર્યા રાયે ડિવૉર્સના સમાચારો વચ્ચે અભિષેક બચ્ચનને કર્યુ બર્થડે વિશ, શેર કરી આવી પોસ્ટ
Abhishek Bachchan Birthday: 5 ફેબ્રુઆરીએ બૉલિવુડ એક્ટર અભિષેક બચ્ચને 48મો જન્મદિવસ મનાવ્યો. આ ખાસ અવસર પર તેના ચાહકો અને બૉલિવુડ સેલેબ્સે તેને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. અભિનેતાની બહેન શ્વેતા બચ્ચને પણ તેના ભાઈ માટે એક ખાસ પોસ્ટ શેર કરી.
આ ઉપરાંત તેની ભત્રીજી નવ્યા નવેલી નંદાએ પણ તેના મામા માટે એક પોસ્ટ શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. પરંતુ પત્ની ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ન હતી.

આ સ્થિતિમાં ચાહકો વિવિધ પ્રકારની અટકળો લગાવી રહ્યા હતા પરંતુ બાદમાં તેણે અભિષેક માટે એક પોસ્ટ શેર કરી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. ઐશ્વર્યા રાયે તેના પતિ અભિષેકને શુભેચ્છા આપતા બે ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
પ્રથમ તસવીરમાં આ કપલ તેમની પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે. બીજી તસવીર અભિષેકના બાળપણની છે. જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગે છે. આ પોસ્ટને શેર કરતા ઐશ્વર્યા રાયે લખ્યું, 'તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ભગવાન તમને ઘણી બધી ખુશીઓ, પ્રેમ, શાંતિ અને સારુ સ્વાસ્થ્ય આપે.' હવે અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવની ખબરો આવી રહી હતી. એવી પણ અફવા હતી કે અભિનેત્રી બચ્ચન પરિવારનું ઘર છોડીને માતાના ઘરે શિફ્ટ થઈ ગઈ છે. જોકે, બાદમાં આ કપલ મીડિયાની સામે આવ્યું અને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું.
અગાઉ ઐશ્વર્યા રાય લેક્મે ફેશન વીક માટે વિદેશ ગઈ હતી જ્યાં તેણે રેમ્પ વૉક કર્યું હતું. નવ્યા નવેલી નંદાએ ઐશ્વર્યા રાય સાથે ડેબ્યુ કર્યું હતું. આ પ્રસંગે જયા બચ્ચન અને શ્વેતા બચ્ચન તેમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. પરંતુ શ્વેતા અને તેની પુત્રી નવ્યાએ ઐશ્વર્યા રાયની કોઈ પોસ્ટ શેર કરી નથી. આટલું જ નહીં સમગ્ર ઈવેન્ટ દરમિયાન તે બચ્ચન પરિવાર સાથે જોવા મળી ન હતી. જે બાદ બચ્ચન પરિવારમાં અણબનાવના સમાચારે વધુ વેગ પકડ્યો હતો.
અભિષેક અને ઐશ્વર્યા છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં આવ્યા જ્યારે અભિનેત્રીએ આ વખતે તેનો જન્મદિવસ બચ્ચન પરિવારની જગ્યાએ તેની માતાના ઘરે ઉજવ્યો. આ પછી આ સમાચારોએ વધુ વેગ પકડ્યો. હવે, અભિષેકના જન્મદિવસ પર, ઐશ્વર્યા રાયે ફરી એકવાર તેને શુભેચ્છા પાઠવીને છૂટાછેડાની અફવાઓ પર બ્રેક લગાવી છે.












Click it and Unblock the Notifications
