અભિષેક-એશ્વર્યા ડિવૉર્સના સમાચારો વચ્ચે પહોંચ્યા દુબઈ, એરપોર્ટથી વાયરલ થયો Video, જાણો સચ્ચાઈ
Aishwarya Rai Abhishek Bachchan: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે. એવા અહેવાલો છે કે બંને વચ્ચે કંઈ સારું નથી. આ દરમિયાન આ કપલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે દુબઈનો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયે અત્યાર સુધી છૂટાછેડાના સમાચાર પર મૌન જાળવી રાખ્યું છે. આ અંગે બંનેમાંથી કોઈએ કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ દુબઈ એરપોર્ટ પરથી કપલનો એક વીડિયો સામે આવ્યો છે. કેટલાક ચાહકો તેને જોઈને ખુશ થઈ ગયા તો કેટલાકે દાવો કર્યો કે તે જૂનો છે.

આ વીડિયોમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. લુકની વાત કરીએ તો અભિષેકે ડેનિમ લુક પહેર્યો છે. બ્લેક આઉટફિટમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં કપલની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી રહી છે. જોકે, સત્ય બહાર આવ્યા બાદ ચાહકોને મોટો આંચકો લાગ્યો છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયો આજનો નથી. સોશિયલ મીડિયા પર સર્ચ કર્યા બાદ જાણવા મળ્યું કે આ કપલનો આ વીડિયો પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં શેર કરવામાં આવ્યો હતો. તે સમયે પણ એવી અફવા હતી કે છૂટાછેડાના સમાચાર વચ્ચે કપલ દુબઈમાં સાથે જોવા મળ્યું હતું. હાલમાં આ કપલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના છૂટાછેડાના સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે બંને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા. આ લગ્નમાં અભિષેક તેના પરિવાર સાથે જોવા મળ્યો હતો. ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. આ કપલે એકવાર પણ મીડિયા સામે પોઝ આપ્યો ન હતો. આ બધા સિવાય, અભિનેતાએ છૂટાછેડાની એક પોસ્ટને લાઈક કર્યુ હતુ, જેણે આ અફવાઓને વેગ આપ્યો હતો. જો કે અત્યાર સુધી કપલે આ અંગે મૌન જાળવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
