શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાને 120 કરોડની ઑફર ઠુકરાવી, 'સ્ટારડમ'માંથી હટાવ્યો પિતાનો કેમિયો
Aaryan Khan: બૉલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને એક્ટિંગની દુનિયામાં પગ મૂકી દીધો છે. તે ટૂંક સમયમાં ફિલ્મ 'આર્ચીઝ'થી બૉલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. વળી, અભિનેતાનો પુત્ર આર્યન ખાન પણ તેની પ્રથમ વેબ સીરિઝ 'સ્ટારડમ' સાથે નિર્દેશક તરીકે બૉલિવુડમાં પગ મૂકવા જઈ રહ્યો છે.
આર્યન ખાન તેની પ્રથમ વેબ સીરિઝ 'સ્ટારડમ'થી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તેની આ વેબ સીરિઝને લઈને દરરોજ અલગ-અલગ પ્રકારની નવી અપડેટ્સ સામે આવી રહી છે. અહેવાલ છે કે, આ સીરિઝ માટે, તેને OTT પ્લેટફોર્મ પરથી 120 કરોડની ઓફર મળી હતી, જેને આર્યને ઠુકરાવી દીધી હતી.

અહેવાલો મુજબ સ્ટારડમ વેબ સીરિઝની જાહેરાત બાદથી આર્યનના પિતા અને અભિનેતા શાહરૂખ ખાન આ વેબ સીરિઝનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ બૉલિવુડ લાઈફ અનુસાર, આર્યન ખાન નથી ઈચ્છતો કે તેના પિતા આ સીરિઝનો ભાગ બને. કારણ કે તે નથી ઈચ્છતો કે તેની કારકિર્દીની શરૂઆતમાં તેને સ્ટાર કિડનો ટેગ આપવામાં આવે.
OTT વાળા આ પ્લેટફોર્મ પર આ સીરિઝ બતાવવા માટે ઉત્સાહિત છે. જેના માટે આર્યન ખાનને 120 કરોડની ઑફર કરવામાં આવી હતી. પરંતુ તેણે આ ડીલને ફગાવી દીધી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આર્યન ખાન જ્યાં સુધી તેની સીરિઝ સાથે જોડાયેલી તમામ બાબતો પૂરી નહીં કરે ત્યાં સુધી કોઈ નિર્ણય લેશે નહીં. જોકે, આ અંગે મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
