મહાભારતના કૃષ્ણ બનવા માંગે છે આમિર ખાન
મુંબઈ, 10 ડિસેમ્બર : સત્યમેવ જયતે વડે સમાજની સચ્ચાઈ ખૂબ જ નજીકથી જોયા બાદ આમિર ખાનનું કહેવું છે કે આ ખૂબ જ સુંદર સમાજની ખરાબ સચ્ચાઈએ તેમને બદલી નાંખ્યા છે. આમિર ખાને તાજેતરમાં જ એક ટેલીવિઝન ઇન્ટર્વ્યૂ દરમિયાન જણાવ્યું કે સત્યમેવ જયતેએ તેમને બદલી નાંખ્યુ છે, તેઓ હવે વિદેશ પણ જાય, તો તેમને હોમસિક અનુભવાય છે. સાથે જ આમિરે એમ પણ જણાવ્યું કે તેઓ મહાભારત ઉપર એક ફિલ્મ બનાવવા માંગે છે.

આમિર ખાને જણાવ્યું કે તેમને લાગે છે કે મહાભારત ઉપર બનનાર ફિલ્મમાં તેમણે કૃષ્ણનું પાત્ર ભજવવું જોઇએ. નોંધનીય છે કે આમિર ખાને થોડાંક દિવસ અગાઉ જ મહાભારત પર ફિલ્મ બનાવવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ ત્યારે આમિરે કઈંક ખુલાસો કર્યો નહોતો. આ વખતે આમિરે પોતાની ઇચ્છા અંગે જણાવ્યું કે મહાભારત પર ફિલ્મ બનાવવું તેમનું સ્વપ્ન છે, પરંતુ આ ફિલ્મ બનાવવા માટે તેમને ખૂબ ઉંડાણપૂર્વક આ વિષય ઉપર રિસર્ચ કરવી પડશે અને આ રિસર્ચમાં તેમને 2 વરસનો સમય પણ લાગ શકે છે.
આમિર ખાને એમ પણ જણાવ્યું કે તેઓ જ્યારેય આ ફિલ્મ અંગે વિચારે છે, તેમને ભય લાગે છે કે ક્યાંક આ વિષય સાથે તેઓ ન્યાય ન કરી શક્યાં તો? આમિરે જણાવ્યું કે તેમને એમ તો કર્ણનું પાત્ર ખૂબ પસંદ છે, પરંતુ તેઓ કર્ણના રોલમાં ફિટ નથી બેસતાં. તેથી તેમને લાગે છે કે કૃષ્ણનું પાત્ર જ તેમને સૂટ કરશે. આમિર ખાન કે જેમણે આ વર્ષે સત્યમેવ જયતે દ્વારા સમાજની ખૂબ જ ગંદી સચ્ચાઈ સૌની સામે લાવી મુકી છે તેમનું માનવું છે કે એક કલાકારે પોતાની કલા વડે સમાજ માટે કઈંક કરવું જોઇએ. સત્યમેવ જયતે દ્વારા તેમનો આ જ સંદેશ હતો અને આ જ તેમનો એજંડા હતો.
આમિરે સાથે જ કહ્યું કેતેઓ તાજેતરમાં ઑનર કિલિંગના ભોગ બનનાર અબ્દુલ હકીમના પરિવારી પણ શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. તેમણે એમ પણ જણાવ્યું કે આ સીરિયલે તેમને સચ્ચાઈની ખૂબ જ નજીક લાવી મુક્યાં છે. આ શોને શુટ કરતી વખતે અનેક વાર તેઓ રડ્યાં પણ, કારણ કે સમાજની અનેક સચ્ચાઇઓ ખૂબ જ કડવી હતી કે જે જોઈ શકવું ખૂબ જ મુશ્કેલ હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
